પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં જન સભાને સંબોધિત કરી

આગામી તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી મોદી NDA ઉમેદવારોના સમર્થનમાં  જનસભાઓ અને રોડ-શો કરી રહ્યા છે, ત્યારે આજે તેમણે મધ્ય પ્રદેશમાં પણ જનસભા સંબોધી હતી તે અગાઉ તેઓ ઉત્તરપ્રદેશના અમરોહામાં પહોંચ્યા હતા. જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ભાજપના ઉમેદવાર કંવરસિંહના સમર્થનમાં જંગી સભાને સંબોધી હતી. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  જણાવ્યું હતું કે, ૨૦૨૪ માં થનારી લોકસભાની ચૂંટણી ખૂબ જ મહત્વની છે. કેમ કે જનતા દ્વારા કરવામાં આવલે દરેક મત ભારતના ભવિષ્યને સુનિશ્ચિત કરશે. અમે દરેક ગામ અને ગરીબો માટે ખૂબ જ મોટા વિઝનથી આગળ વધી રહ્યા છે, પરંતુ, ઈન્ડી ગઠબંધનની શક્તિ ગામ અને ગરીબોને વધુ પછાત બનાવવા માટે લાગેલ છે. તેમની માનસિકતાના કારણે સૌથી મોટું નુકસાન અમરોહા જેવા પશ્ચિમ-યુપીના ક્ષેત્રો પર પડી રહી છે.

અમરોહામાં બીજા ચરણમાં ૨૬ એપ્રિલના રોજ મતદાન થશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *