ધ્રાંગધ્રા દેરાસર ખાતે મહાવીર જન્મ કલ્યાણક જયંતિની હર્ષોઉલ્લાસથી ઊજવણી

આજે મહાવીર જયંતિની દેશભરમાં ઊજવણી કરવામાં આવી રહી છે. જૈન ધર્માવલંબી, ત્યાગ, તપસ્યા અન માનવ કલ્યાણના પ્રતિક ભગવાન મહાવિરની જન્મ જંયતીની દેશમાં હર્ષોઉલ્લાસ સાથે ઉજવાય છે. ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે આવેલા દેરાસર ખાતે મહાવીર જંયતિની ઊજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરના કલબ રોડ ઉપરથી એક શોભાયાત્રા નીકળી હતી. શહેરના ક્લબ રોડ , નવયુગ રોડ, જેવા વિવિધ માર્ગ ફરી હતી. ત્યારબાદ જૈન સમાજની વાડીએ શોભાયાત્રા પૂર્ણ કરી હતી. સમાજના લોકો પણ  ભક્તિના માર્ગ પણ ચાલે અને લોકો સમાજના કામમા ઉપયોગી થાય તેવા આશયથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, જૈન ધર્મના મુખ્ય તહેવારમાં મહાવીર જયંતીનો સમાવેશ થાય છે.  આ પ્રસંગે દિલ્હીના પ્રગતી મેદાન ખાતે  ભારત મંડપમાં આયોજીત વિશેષ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. ૨૪મા તીર્થંકર મહાવીર સ્વામીએ સત્ય અને અહિંસાનો સંદેશ આપ્યો છે. મહાવીર જયંતી પ્રસંગે દેશના રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X થકી તમામ દેશવાસીઓ ખાસ કરીને જૈન સમુદાયના ભાઇઓ બેહનોને મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ X પ્લેટફોર્મ થકી દેશવાસીઓને મહાવીર જયંતfની શુભકામનાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *