વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે પરિવહન કરીને ત્રિગ્રહી યોગ અને ચતુર્ગ્રહી યોગ રચે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ..

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે પરિવહન કરીને ત્રિગ્રહી યોગ અને ચતુર્ગ્રહી યોગ રચે છે. તમને જણાવી દઈએ કે અત્યારે ધનના દાતા શુક્ર, વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ મીન રાશિમાં સંક્રમણ કરી રહ્યો છે અને ૨૩ એપ્રિલના રોજ ગ્રહોનો સેનાપતિ મંગળ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. તેનાથી મીન રાશિમાં ચતુર્ગ્રહી યોગ બનશે. જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ ૩ રાશિ છે, જેમના સારા દિવસોની શરૂઆત થઇ શકે છે. સાથે જ સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ કઈ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ …
વૃષભ રાશિ
ચતુર્ગ્રહી યોગ તમારા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ઇન્કમ ભાવ પર બનશે. માટે આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઇ શકે છે. તેમજ આવકના નવા સ્ત્રોત ઊભા થશે. સાથે જ જે લોકો વેપારી છે તેમને બિઝનેસમાં વિશેષ લાભ મળશે. નવી બિઝનેસ ડીલ મળી શકે છે અને ધંધામાં જે પણ સમસ્યાઓ હતી તે સમાપ્ત થઈ જશે. આ સમય દરમિયાન તમને રોકાણથી સારો નફો મળશે. ઉપરાંત તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે દબાણની પરિસ્થિતિનો મક્કમતાથી સામનો કરી શકશો. આ સાથે જ તમે શેર બજાર, સટ્ટા અને લોટરીમાં પણ સારો નફો કરી શકો છો.
મિથુન રાશિ
ચતુર્ગ્રહી યોગ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કાર્ય-વ્યવસાયમાં સારી સફળતા મળશે. તેમજ જે લોકો સરકારી નોકરી માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા, તેમની મહેનત રંગ લાવશે અને તેમને સરકારી નોકરી મળવાના સારા સમાચાર પણ મળી શકે છે. સાથે જ નોકરીયાત લોકોને પ્રમોશન પણ મળી શકે છે. વેપારીઓ આ સમયે સારો નફો પણ કરી શકે છે. નવા ઓર્ડર મળી શકે છે.
કર્ક રાશિ
ચતુર્ગ્રહી યોગ તમારા લોકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી નવમ ભાવ પર બનવા જઈ રહ્યો છે. આથી આ સમયે ભાગ્યનો સાથ મળી શકે છે. સાથે જ પરિવારના સભ્યો સાથે પરસ્પર તાલમેલ રહેશે અને વાતાવરણ ખુશહાલ રહેશે. સાથે જ તમે નાની કે મોટી સફર પણ કરી શકો છો. સાથે જ ધાર્મિક કે શુભ કાર્યક્રમોમાં જોડાઈ શકો છો. સાથે જ આર્થિક સ્થિતિ પણ સુધરશે. તમારી મહેનતથી આવકના નવા રસ્તા ખુલશે અને લાભ કમાવશો.