પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ફટકો

હાઈકોર્ટે ૨૦૧૬ ની સમગ્ર જોબ પેનલને રદ કરી દીધી છે. આ પેનલે લગભગ ૨૪,૦૦૦ નોકરીઓ આપી હતી અને તે તમામ રદ કરવામાં આવશે.

Gujarati News 22 April 2024 LIVE: પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ફટકો, કોલકત્તા હાઈકોર્ટે શિક્ષકની ભરતી રદ્દ કરી

 આજે ૨૨ એપ્રિલ ૨૦૨૪, સોમવારના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો બંગાળ સરકારને કલકત્તા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શિક્ષકોની ભરતી રદ કરી છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ શાળા સેવા આયોગની પેનલને પણ ફગાવી દીધી છે. તેમણે જ ભરતી કરી હતી. હાઈકોર્ટે ૨૦૧૬ ની સમગ્ર જોબ પેનલને રદ કરી દીધી છે. આ પેનલે લગભગ ૨૪ હજાર નોકરીઓ આપી હતી અને તે તમામ રદ કરવામાં આવશે.

નોકરી માટે રચાયેલી પેનલ પર ૫ થી ૧૫ લાખ રૂપિયા સુધીની લાંચ લેવાનો આરોપ છે. તમને જણાવી દઈએ કે આ મામલામાં ઘણી મોટી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તત્કાલિન શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ કરવામાં આવી છે. તેના સહયોગીઓના ઠેકાણા પરથી પણ કરોડો રૂપિયા પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *