છોટા ઉદેપુર: અંબાલા ગામમાં થાય છે અનોખા લગ્ન

છોટા ઉદેપુર: અંબાલા ગામમાં થાય છે અનોખા લગ્ન

છોટાઉદેપુર જિલ્લાના અંબાલા ગામમાં હજુ સુધી કોઈ યુવક ઘોડે ચઢીને જાન લઈને ગયો નથી. આ ગામમાં અનોખી રીતે લગ્ન થાય છે. અહીં વરરાજાની બહેન જાન લી જાય છે અને જાન લઈને આવે છે. આ અનોખા લગ્નને પાટી લગ્ન તરીકે ઓળખવામાં આવે છે. અંબાલા ગામમાં કલા, સંસ્કૃતિ, રીત રિવાજોનું સંરક્ષણ અને સંવર્ધન આજે પણ કરવામાં આવી રહ્યું છે. સદીઓ જૂની પરંપરા મુજબ છોટા ઉદેપુર જિલ્લાના સનાડા, સુરખેડા અને અંબાલા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાટી લગ્ન લેવાની પરંપરા હતી, પરંતુ સનાડા ગામમાં આ પરંપરા વર્ષો પહેલા લુપ્ત થઈ છે, જયારે સુરખેડા ગામમાં પણ આ પરંપરા ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે, ત્યારે અંબાલા ગામના લોકો આ પરંપરાને આજે પણ અનુસરી રહ્યા છે. લોક માન્યતા અનુસાર આ ગામના દેવ અન્યને પરણાવવામાં ખુદ કુંવારા રહી ગયાં હોવાથી અહી કોઈ વરરાજા ઘોડીએ ચડતા નથી. પરંતુ વરરાજાની જગ્યા એ વરરાજાની કુંવારી નાની બહેન વરરાજાનું કિરદાર નિભાવી પરણવા જાય છે.

અંબાલા ગામ માં હાલ યોજાયેલા મંગલાભાઈ રાઠવા ની દીકરી મંજુલા ના લગ્ન બોકડીયા ગામના બિરેન રાઠવા સાથે યોજાયા હતા જેમાં બિરેન ની નાની કુંવારી બહેન માથે પાટી મૂકી વરરાજા બની અંબાલા ગામે પરણવા આવી હતી અને થનાર ભાભી સાથે મંગલ ફેરા ફરી બોકડીયા ગામે જઈ ને વરરાજા ના ઘરે ફરી બિરેન અને મંજુલા ના લગ્ન લેવડાવવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *