રક્ષામંત્રી રાજનાથ સિંહએ સિયાચીનમાં તૈનાત સૈનિકો સાથે કરી વાતચીત

રક્ષામંત્રી રાજનાથ સિંહએ સિયાચીનમાં તૈનાત સૈનિકો સાથે કરી વાતચીત

રક્ષા મંત્રી રાજનાથ સિંહ લોકસભા ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે સોમવારે સિયાચીન પહોંચ્યા હતા. વિશ્વના સૌથી ઊંચા ‘યુદ્ધ ક્ષેત્ર’માં તૈનાત સશસ્ત્ર દળોના જવાનો સાથે વાતચીત કરીને પડકારોને સમજવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સૈનિકોને માઈનસ ડિગ્રી તાપમાનમાં પણ દેશની સરહદો પર તૈનાત રહેવા પ્રોત્સાહિત કર્યા હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે હોળીનો તહેવાર મનાવવા માટે સિયાચીન જવાના હતા, પરંતુ અચાનક ખરાબ હવામાનને કારણે છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલવો પડ્યો હતો. આ પછી રાજનાથ સિંહ લેહના મિલિટરી સ્ટેશન ગયા અને સશસ્ત્ર દળો સાથે હોળીનો તહેવાર મનાવ્યો. તેમણે સિયાચીનમાં તૈનાત કમાન્ડિંગ ઓફિસરને ટૂંક સમયમાં સિયાચીન આવવા અને પાકિસ્તાન મોરચા પર તૈનાત સૈનિકોને મળવાનું વચન આપ્યું હતું. 

સિયાચીન વિશ્વની સૌથી ઊંચી યુધ્ધ ભૂમી છે. સિયાચીનમાં શૂન્યથી નીચે ૫૫°થી ૬૦° સે. જેટલું તાપમાન નીચું જવાથી અતિશય ઠંડી પડે છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *