અરવિંદ કેજરીવાલને અસાધારણ જામીન અરજી પર મૂક્ત કરવાની અરજી રદ્દ

અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દિલ્હી હાઈ કોર્ટમાં એક વ્યક્તિએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં આજે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સુનાવણી કરતા અરજદારને દંડ ફટકાર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી PIL પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી અને કહ્યું હતું કે અરજદારને તેની સાથે સીધો કોઈ સંબંધ નથી. આ એક પ્રચાર અરજી છે, જે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારી છે. દિલ્હી હાઈકોર્ટે અરજીકર્તા પર ૭૫,000 રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ અરજી ફગાવી દીધી હતી.

દિલ્હીના કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે આદેશ પસાર કર્યો અને કહ્યું કે કોર્ટ ઉચ્ચ કક્ષાના અધિકારી સામે પડતર ફોજદારી કેસમાં અસાધારણ વચગાળાના જામીન આપશે નહીં. કોર્ટે કહ્યું કે આ મામલો હાલ કોર્ટમાં છે. કોર્ટે અરજદાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે તમે કોણ છો તેની મદદ કરનાર? તમને વીટો પાવર કેવી રીતે મળ્યો? શું તમે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય છો?

કેજરીવાલની ધરપકડથી દિલ્હીનું કામકાજ થંભી ગયું છે

અરજદારના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની પાસે કોર્ટમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વકીલે કહ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડના કારણે સમગ્ર સરકાર ઠપ્પ થઈ ગઈ છે. દિલ્હીમાં કામકાજ ઠપ થઈ ગયું છે. વકીલે વધુમાં કહ્યું કે કેજરીવાલ સરકારના વડા છે. આવી સ્થિતિમાં તેને જામીન મળવા જોઈએ. વકીલે કહ્યું કે સરકારી હોસ્પિટલોમાં દવાઓ ઉપલબ્ધ નથી જે ખૂબ જ ચિંતાનો વિષય છે. તેણે કોર્ટને એમ પણ કહ્યું કે તે કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ ઈચ્છતો નથી, તેથી અરજદારે તેનું નામ પણ જાહેર કર્યું નથી.

કેજરીવાલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી

મૃત્યુના દાખલા ટાંકીને, તિહાર જેલમાં અરવિંદ કેજરીવાલની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આ આશંકાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કેદીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ જેલ સત્તાવાળાઓ અને પોલીસના કાર્યક્ષેત્રમાં આવે છે અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ નહીં.

અરજદારે દલીલ કરી હતી કે મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલને ચોવીસ કલાક મેડિકલ સુવિધાઓની જરૂર છે. પીઆઈએલમાં દલીલ કરવામાં આવી હતી કે માત્ર વિશેષ કમાન્ડો જ કેજરીવાલની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે, જે જેલ સત્તાવાળાઓની ક્ષમતા બહારની જવાબદારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *