સોનાની આક્રમક તેજીમાં વિરામ

સળંગ બીજા દિવસે પણ ભાવ ઘટ્યા.

Article Content Image

સોનાની આક્રમક તેજીએ વિરામ લીધો છે. સળંગ બીજા દિવસે કિંમતી ધાતુની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ સોનું ગઈકાલે રૂ. ૧૩૯૧ પ્રતિ ૧૦ ગ્રામ તૂટ્યા બાદ આજે વધુ રૂ.૫૯૨ ઘટ્યું છે. એમસીએક્સ સોનાનો ૫ જૂન વાયદો ૧૧.૧૬ વાગ્યે રૂ. ૭૦૬૦૫ પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.

ગઈકાલે અમદાવાદમાં પણ સોનાનો ભાવ રૂ. ૧૧૦૦ ઘટી રૂ. ૭૫૨૦૦ થયા બાદ આજે વધુ ઘટાડાની શક્યતાઓ જણાઈ રહી છે. અમદાવાદમાં સવારે બજાર ખૂલતાં સોુાની કિંમત રૂ. ૭૩૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ આસપાસ બોલાઈ રહી હતી. જે  વધુ રૂ. ૧૪૦૦નો ઘટાડો દર્શાવે છે. વૈશ્વિક સ્તરે સોનાની કિંમત ૧.૦૧ % ઘટાડે ૨૩૨૨.૪૦ પ્રતિ ઔંશ થયુ હતું.

 -અમેરિકી ફેડ દ્વારા વ્યાજદરોમાં હાલપૂરતો કોઈ ઘટાડો ન થવાની જાહેરાતથી ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો.

   – અર્થશાસ્ત્રીઓએ ફુગાવામાં સંભવિત વધારો નોંધાવાની શક્યતાઓ દર્શાવતાં સોનામાં ખરીદી ઘટી છે.

   – ફુગાવાના ઉંચા આંકડા નોંધાય તો ફેડ વ્યાજદરોમાં ઘટાડો નહિં કરે, જેનાથી યુએસ ટ્રેઝરી યીલ્ડ અને ડોલર             ઈન્ડેક્સ મજબૂત બને છે પરિણામે સોનુ ઘટે છે.

   -જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ હળવી થતાં બુલિયન માર્કેટમાં વોલેટિલિટી વધી છે, રોકાણકારો વેચાણ કરી પ્રોફિટ બુક કરી રહ્યા છે.

એમસીએક્સ ખાતે ચાંદી આજે વધુ રૂ. ૭૦૩ ઘટી રૂ. ૭૯૮૭૬ પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ રહી છે. ગઈકાલે રૂ. ૨૩૪૦ તૂટી હતી. અમદાવાદમાં ચાંદીની કિંમત ગઈકાલે રૂ. ૮૩૦૦૦ પ્રતિ કિગ્રા હતી. અમદાવાદમાં હાજર ચાંદી રૂ. ૭૯૦૦૦ પ્રતિ કિગ્રા બોલાઈ રહ્યા છે. જે ગઈકાલની તુલનાએ રૂ. ૪૦૦૦ નો ઘટાડે ખૂલી છે.

આ સપ્તાહે અમેરિકાના જીડીપી આંકડાઓ ગુરૂવારે અને વ્યક્તિગત વપરાશ ખર્ચના આંકડા શુક્રવારે જારી થશે. જો ફુગાવો વધશે તો સોનાની કિંમતો આગામી સમયમાં વધુ ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *