તાઈવાનમાં ફરી ભૂકંપ

તાઇવાનના પૂર્વ કિનારે સોમવારની રાતથી મંગળવારની વહેલી સવાર સુધી ૮૦ થી વધુ ભૂકંપ આવ્યા હતા, જેમાંથી સૌથી વધુ તીવ્રતાનો આંચકો ૬.૩ નો હતો. ભૂકંપના કારણે કેટલીક ઈમારતોને નુકશાન પહોંચ્યું હતું.
અહેવાલો મુજબ રાત્રે આવેલા ભૂકંપનું કેન્દ્ર હુઆલીનના ગ્રામીણ વિસ્તાર ઈસ્ટર્ન કાઉન્ટીમાં હતું. ગઈ કાલે સાંજે પણ પૂર્વી તાઈવાનમાં હુઆલીન કાઉન્ટીના શોફેંગ ટાઉનશીપમાં ૯ મિનિટની અંદર પાંચ ભૂકંપ અનુભવાયા હતા. અહીં ૩ એપ્રિલે પણ ૭.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ બાદથી તાઈવાનમાં ભૂકંપના સેંકડો આંચકા આવી ચૂક્યા છે.