એપ્રિલના અંત સુધીમાં ગુજરાત બોર્ડના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવી શકે છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓ પોતાના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ગુજરાત બોર્ડ પરિણામ મે મહિનામાં આવે છે ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી ૨૦૨૪ના કારણે આ વર્ષે ગુજરાત બોર્ડનું પરિણામ એપ્રિલ એટલે કે ચાલુ મહિનામાં જ આવી જશે. ગુજરાત બોર્ડ પરિણામ અંગે એક મહત્વનું અપડેટ્સ સામે આવ્યું છે. વિશ્વાસુ સુત્રોના જણાવ્યા પ્રમાણે ૨૯ એપ્રિલની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરી શકે છે.
આ તારીખે થઈ શકે છે ગુજરાત બોર્ડ પરિણામ જાહેર
મળતી માહિતી પ્રમાણે આગામી ૨૯ એપ્રિલ ૨૦૨૪ની આસપાસ ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના રિઝલ્ટ જાહેર કરી શકે છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પોતાના પરિણામની રાહ જોઈને બેઠેલા ગુજરા બોર્ડના લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવશે.
૧૧ માર્ચથી ૨૬ માર્ચ સુધી લેવાઈ હતી ગુજરાત બોર્ડની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ ની પરીક્ષા ૧૧ માર્ચથી ૨૨ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ ૧૨ ની પરીક્ષા ૨૬ માર્ચ સુધી ચાલી હતી. પરીક્ષા પૂરી થયા બાદ કોપી ચેકિંગની કામગીરી પુર્ણ થઈ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. પેપર તપાસના પૂર્ણ થઈ ગયા હોવાથી હવે પરિણામ બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જેના પગલે એપ્રિલના અંત સુધીમાં પરિણામ જાહેર થવાની શક્યતાઓ સૂત્રો સેવી રહ્યા છે.
લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો આવશે અંત
ઉલ્લેખનીય છે કે આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડ ની પરીક્ષામાં ધોરણ ૧૦ ના ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪,૯૮,૨૭૯ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧,૩૨,૦૭૩ વિદ્યાર્થી પરીક્ષા માટે નોંધાયા છે. આમ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ મળીને કુલ ૧૪ લાખ જેટલા પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ મહિનાના અંતમાં ગુજરાત બોર્ડ પરિણામ જાહેરત થતાં આ લાખો વિદ્યાર્થીઓની આતૂરતાનો અંત આવશે. પરિણામ જાહેર થયા પછી પરિણામની લિંક સક્રિય થઈ જશે. જે પછી વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.
ગુજરાત બોર્ડ પરિણામ કેવી રીતે જોવું
ગુજરાત બોર્ડનું પરિણામ ૨૦૨૪ જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.
ગુજરતા બોર્ડ પરિણામ ચેક કરવા માટે આ સ્ટેપ અપનાવો
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
- હવે GSEB પરિણામ ૨૦૨૪ લિંક પર ક્લિક કરો
- હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
- હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
- ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.