હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, “ખાલી પેટ ફળનો રસ પીવો સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.”

આપણે દિવસ શરૂઆત સારી થાય તેમાં ઘણા નુસખા કરીયે છીએ, ઘણા લોકો સવારે સૌથી પહેલા ફળોના રસ પીવી છે, એવું માનીને કે તે તેમના દિવસની શરૂઆત સ્વસ્થ રીતે થઇ છે. જો કે, પુણેના રૂબી હોલ ક્લિનિકના જનરલ ફિઝિશિયન ડૉ. લતા પાટીલએ જણાવ્યું કે, “ ખાલી પેટ ફળનો રસ પીવો સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.”

શું ખરેખર સવારે ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે? અહીં જાણો,
ખાલી પેટ ફ્રૂટ જ્યુસ પીવાથી થાય નુકશાન
બ્લડ સુગર વધે : ફરતું જ્યુસમાં રહેલ ખાંડ બ્લડ સુગરમાં વધારો કરી શકે છે અને ક્રેશ થઈ શકે છે, જેનાથી તમે જલ્દી થાકી જાઓ છો અને ભૂખ્યા રહો છો.
દાંતને નુકશાન : ફ્રૂટ જ્યુસની એસિડિટી દાંતના ઈનેમલને નુકસાન પહોંચાડે છે, પોલાણનું જોખમ વધારે છે. ફ્રૂટ જ્યુસમાં હાજર એસિડ્સ દાંતના ઈનેમલને નબળા બનાવે છે, જેનાથી તેઓને નુકસાન થવાની સંભાવના વધારે છે.
પોષક તત્ત્વોનું અસંતુલન: ફ્રૂટ જ્યુસમાં આખા ફળમાં હાજર ફાઇબરનો અભાવ હોય છે, જે પાચનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને બ્લડ સુગરને વધતા અટકાવે છે.
ફ્રૂટ જ્યુસએ એક પરફેક્ટ મોર્નિંગ હેલ્થી ડ્રિન્ક છે તેવી માન્યતા વિટામિન્સ અને ફ્રૂટ્સમાં રહેલા એન્ટીઑકિસડન્ટો સાથેના જોડાણથી ઉદ્ભવે છે. જો કે, ડૉ. પાટીલ સૂચવે છે કે, “ફ્રૂટ જ્યુસ જમવાની સાથે અથવા જમ્યાપછી પીવો જોઈએ.”
યોગ્ય સમયે જ્યુસ પીવાના ફાયદા
બ્લડ સુગર કંટ્રોલ : ખોરાક જ્યુસમાંથી ખાંડના શોષણને ધીમું કરી શકે છે, ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓમાં, તેથી બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
પોષણ : ભોજન સાથે ફ્રૂટ જ્યુસ પીવાથી તમે તમારા ખોરાકમાંથી અન્ય ફાયદાકારક પોષક તત્ત્વોની સાથે તેના વિટામિન્સ અને ખનિજોને શોષી શકો છો.
ભૂખ કંટ્રોલ કરે : ભોજન સાથેનો જ્યુસ લેવાથી તે સ્વાદમાં વધારો કરે છે, સંપૂર્ણતાની લાગણીઓને પ્રોત્સાહન આપે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે.
ડાયટમાં વેરાયટી : ફ્રૂટ જ્યુસને સંતુલિત આહારમાં સામેલ કરવાથી તમારા જરૂરી પોષક તત્વોના સેવનમાં વધારો થઈ શકે છે.
ખાલી પેટના જ્યુસના ઓપ્શન
- ફળ : ફાઈબર, વિટામિન્સ અને લાંબા સમય સુધી એનર્જી જાળવી રાખે છે. તેથી આખા ફળનો આનંદ લો.
- સ્મૂધીઝ: સ્મૂધી પ્રોટીન અથવા હેલ્ધી ફેટ્સ સાથે ગાઢ, વધુ સંતોષકારક છે. આખા ફળોને દહીં અથવા દૂધ સાથે ભેળવો.
- લીંબુ પાણી: સુગર એડ કર્યા વગર લીંબુનો રસ પીવો.
દિવસની શરૂઆતમાં હેલ્ધી નાસ્તા કરો જેથી તમને દિવસ દરમિયાન એનર્જી જળવાઈ રહે.