પીએમ મોદી પર પીલીભીતમાં રેલીને સંબોધિત કરતી વખતે દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ હતો, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો.

ચૂંટણી પંચ તરફથી પીએમ મોદીને ક્લીન ચિટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી પંચ તરફથી ક્લીનચીટ મળી છે. પીએમ મોદી પર પીલીભીતમાં રેલીને સંબોધિત કરતી વખતે દેવી-દેવતાઓના નામ પર વોટ માંગવાનો આરોપ હતો, પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર અને કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ કર્યો હતો. આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટના વકીલે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો અને પીએમ મોદી વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. પરંતુ હવે સમાચાર એ છે કે ચૂંટણી પંચે વડાપ્રધાન મોદીને ક્લીનચીટ આપી દીધી છે.