અજિત ડોભાલે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત

અજિત ડોભાલે રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે કરી મુલાકાત, દ્વિપક્ષીય બાબતોની કરી સમીક્ષા

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે બુધવારે (૨૪ એપ્રિલ) રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલાઈ પાત્રુશેવ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં દ્વિપક્ષીય સહયોગ પર ચાલી રહેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પરસ્પર હિતના મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આ મહિને ડોભાલની પાત્રુશેવ સાથે આ બીજી મુલાકાત છે.

મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ડોભાલે સેન્ટ પીટર્સબર્ગમાં સુરક્ષા મામલાઓ માટે જવાબદાર ઉચ્ચ અધિકારીઓની ૧૨ મી આંતરરાષ્ટ્રીય બેઠકની બાજુમાં પાત્રુશેવ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. “બંને પક્ષોએ દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા કરી અને પરસ્પર હિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી,” પોસ્ટમાં જણાવાયું છે.

તમને જણાવી દઈએ કે ડોભાલે ૨૨ માર્ચે મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને આ ખતરાનો સામનો કરવા માટે બેવડા માપદંડોથી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, ડોભાલ અસ્તાનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના સભ્ય દેશોની સુરક્ષા પરિષદના સચિવોની 19મી વાર્ષિક બેઠક દરમિયાન પાત્રુશેવ સાથે મુલાકાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *