મુંબઈ : કોરોના સંક્રમણમાં થઈ રહેલા ચિંતાજનક વધારા અને એના પરિણામે દેશના વિવિધ રાજયોમાં અંકુશો કડક બની રહ્યા હોવા છતાં વેક્સિનેશન પ્રોગ્રામ પણ ઝડપી આગળ વધી રહ્યો હોઈ આર્થિક વિકાસને ટૂંકાગાળા બાદ ફરી વેગ મળશે એવી અપેક્ષા વચ્ચે આજે ફંડોએ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે સતત તેજી કરી હતી. લોકડાઉનના દિવસોમાં વર્કફ્રોમ હોમને લઈને આઈટી સર્વિસિઝ બિઝનેસને મળેલા વેગ અને ઉદ્યોગની આગામી દિવસોમાં પણ સારી કામગીરીની અપેક્ષાએ ફંડોની આજે આઈટી શેરોની આગેવાનીમાં તેજી આગળ વધી હતી. આઈટી સાથે આજે હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરો તેમ જ ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ તેજી કરી હતી. આંતરરાષ્ટ્રીય મોરેચે ક્રુડ ઓઈલના ભાવ સાધારણ મજબૂત રહી સાંજે બ્રેન્ટ ક્રુડ બેરલ દીઠ ૬૭.૬૯ ડોલર અને નાયમેક્ષ ક્રુડ ૬૪.૨૮ ડોલર નજીક રહ્યા હતા. રૂપિયા સામે અમેરિકી ડોલર બે પૈસા નરમ રહી રૂ.૭૨.૯૦ રહ્યો હતો.
સેન્સેક્સ આરંભિક તેજીમાં ઉપરમાં ૫૧૪૩૦ સુધી જઈ નીચામાં ૫૧૦૪૮ સુધી આવી અંતે ૨૫૪ પોઈન્ટ વધીને ૫૧૨૮૦
ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૫૧૦૨૫.૪૮ સામે ૫૧૪૦૪.૬૮ મથાળે ખુલીને આરંભથી જ તેજીમાં બજાજ ફાઈનાન્સ, એક્સીસ બેંક, ઈન્ડસઈન્ડ બેંક સહિતમાં આકર્ષણે અને આઈટી શેરોમાં ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એચસીએલ ટેકનોલોજી, ટીસીએસ સહિતમાં લેવાલીએ અને સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ સહિતના ફાર્મા શેરોમાં તેજી થતાં અને હિન્દુસ્તાન યુનિલિવર, બજાજ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો, ટાઈટન કંપની, ભારતી એરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ સહિતમાં આકર્ષણે એક સમયે વધીને ૫૧૪૩૦.૪૩ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને ઓએનજીસી, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૂતી સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ સહિતમાં ઓફલોડિંગે નીચામાં ૫૧૦૪૮.૯૩ સુધી આવ્યો હતો. જે ફરી ઘટયામથાળેથી તેજીમાં અંતે ૨૫૪.૦૩ પોઈન્ટ વધીને ૫૧૨૭૯.૫૧ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ અફડાતફડીમાં ઉપરમાં ૧૫૨૧૮ અને નીચામાં ૧૫૧૦૦ વચ્ચે ફંગોળાઈ અંતે ૭૬ પોઈન્ટ વધીને ૧૫૧૭૫
એનએસઇનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૫૦૯૮.૪૦ સામે ૧૫૨૦૨.૧૫ મથાળે ખુલીને આરંભમાં બેંકિંગ, મેટલ, ફાર્મા શેરોમાં તેજીમાં ઉપરમાં ૧૫૨૧૮.૪૫ સુધી પહોંચ્યો હતો. જે વધ્યામથાળેથી પાછો ફરીને એચડીએફસી લાઈફ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ઓએનજીસી, આઈઓસી, અદાણી પોર્ટસ, હીરો મોટોકોર્પ, ગેઈલ, કોટક મહિન્દ્રા બેંક, આઈટીસી, કોલ ઈન્ડિયા સહિતમાં વેચવાલીએ નીચામાં ૧૫૧૦૦.૮૫ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી ફરી તેજીમાં જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, હિન્દાલ્કો સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં બજાજ ફાઈનાન્સ, એક્સીસ બેંક તેમ જ આઈટી શેરોમાં વિપ્રો, ઈન્ફોસીસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા સહિતમાં તેજીએ અને આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, બ્રિટાનીયા, ગ્રાસીમ, બજાજ ઓટો, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં તેજીએ અંતે ૭૬.૪૦ પોઈન્ટ વધીને ૧૫૧૭૪.૮૦ બંધ રહ્યો હતો.
માર્ચ નિફટી ફયુચર ૧૫૧૩૫ થી વધીને ૧૫૨૦૩
બેંક નિફટી ફયુચર ૩૫૯૩૨ થી વધીને ૩૫૯૯૫
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે અફડાતફડીના અંતે ફંડોએ તેજી કરી હતી. નિફટી માર્ચ ફયુચર ૧૫૧૩૪.૭૫ સામે ૧૫૨૫૧.૧૦ મથાળે ખુલીને નીચામાં ૧૫૧૩૧.૦૫ થઈ વધીને ૧૫૨૬૨.૧૫ સુધી પહોંચી અંતે ૧૫૨૦૩ રહ્યો હતો. બેંક નિફટી માર્ચ ફયુચર ૩૫૯૩૨.૯૫ સામે ૩૬૨૪૪ મથાળે ખુલીને નીચામાં ૩૫૮૧૬ થઈ વધીને ૩૬૨૪૪ સુધી પહોંચી અંતે ૩૫૯૯૫.૨૫ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ ૪૦૮ પોઈન્ટ ઉછળ્યો : ક્વિક હિલ, કોફોર્જ, ન્:્ ઈન્ફોટેક, માઈન્ડટ્રી, પર્સિસ્ટન્ટ, એમ્ફેસીસ, વિપ્રો વધ્યા
આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની આજે આક્રમક વ્યાપક લેવાલી થતાં બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૪૦૮.૨૬ પોઈન્ટની છલાંગે ૨૬૩૦૫.૨૫ બંધ રહ્યો હતો. ક્વિક હિલ રૂ.૨૧ ઉછળીને રૂ.૨૦૪.૧૦, કોફોર્જ રૂ.૧૫૫.૫૫ ઉછળીને રૂ.૨૭૩૭.૧૫, એલ એન્ડ ટી ઈન્ફોટેક રૂ.૨૩૦.૨૦ ઉછળીને રૂ.૪૧૩૦.૧૫, માઈન્ડટ્રી રૂ.૧૦૩.૪૦ વધીને રૂ.૧૮૯૬, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૮૦.૯૫ ઉછળીને રૂ.૧૭૯૩.૫૫, એમ્ફેસીસ રૂ.૫૯.૩૫ વધીને રૂ.૧૬૫૨, ટેક મહિન્દ્રા રૂ.૨૦.૪૦ વધીને રૂ.૧૦૦૮.૭૦, વિપ્રો રૂ.૭.૮૫ વધીને રૂ.૪૨૬.૬૫, ઇન્ફોસીસ રૂ.૨૨.૪૦ વધીને રૂ.૧૩૬૮.૧૦, ટાટા એલેક્સી રૂ.૪૩.૩૦ વધીને રૂ.૨૬૯૫.૨૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૪.૯૫ વધીને રૂ.૯૮૭.૯૫, રામકો સિસ્ટમ રૂ.૮.૪૦ વધીને રૂ.૫૭૯.૭૫ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ડિક્સન રૂ.૫૩૭ વધીને રૂ.૨૦૦૮૫ : વોલ્ટાસ, ઓરિએન્ટલ, ક્રોમ્પ્ટન, બજાજ વધ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની લેવાલી જળવાઈ રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૫૩૭.૨૦ વધીને રૂ.૨૦૦૮૫.૭૦, વોલ્ટાસ રૂ.૨૨.૩૫ વધીને રૂ.૧૦૬૩.૧૫, ઓરિએન્ટલ ઈલેક્ટ્રિક રૂ.૫.૮૫ વધીને રૂ.૪૧૯.૪૦, ક્રોમ્પ્ટન રૂ.૫.૪૫ વધીને રૂ.૪૧૯.૪૦, બજાજ ઈલેક્ટ્રિકલ્સ રૂ.૧૦.૨૦ વધીને રૂ.૧૦૧૯.૫૫, ટાઈટન રૂ.૧૪ વધીને રૂ.૧૪૭૦.૮૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં સિલેક્ટિવ તેજી : આઈશર મોટર્સ, બાલક્રિષ્ન ઈન્ડ., ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પણ આજે ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. આઈશર મોટર્સ રૂ.૭૯.૭૫ ઉછળીને રૂ.૨૬૭૧.૭૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧.૦૫ વધીને રૂ.૧૬૨૫.૩૫, ટાટા મોટર્સ રૂ.૬.૧૫ વધીને રૂ.૩૨૧.૩૫, બજાજ ઓટો રૂ.૬૮.૫૦ વધીને રૂ.૩૮૬૭.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧.૪૫ વધીને રૂ.૮૬૩.૬૦ રહ્યા હતા.
ન્યુલેન્ડ રૂ.૧૮૫ ઉછળીને રૂ.૨૦૭૨ : મોરપેન, લૌરસ લેબ્સ, ગ્રેન્યુઅલ્સ, બાયોકોન, પિરામલ, લુપીન, ગ્લેનમાર્ક, સિપ્લા વધ્યા
ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. ન્યુલેન્ડ લેબ. રૂ.૧૮૪.૯૦ ઉછળીને રૂ.૨૦૭૧.૬૦, મોરપેન લેબ રૂ.૨.૭૦ વધીને રૂ.૩૬.૧૫, લૌરસ લેબ રૂ.૧૬.૯૦ વધીને રૂ.૩૬૪.૮૦, ગ્રેન્યુઅલ્સ ઈન્ડિયા રૂ.૧૧.૨૫ વધીને રૂ.૩૫૦.૪૦, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૧.૭૦ વધીને રૂ.૧૯૫૪.૭૦, ગ્લેનમાર્ક રૂ.૧૨.૨૫ વધીને રૂ.૪૮૬.૯૦, લુપીન રૂ.૨૪.૮૦ વધીને રૂ.૧૦૫૬.૫૦, સન ફાર્મા રૂ.૧૪.૩૫ વધીને રૂ.૬૨૬, સિપ્લા રૂ.૧૪.૫૦ વધીને રૂ.૮૧૨.૨૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૫૧.૦૫ વધીને રૂ.૪૪૯૮.૬૫, કેડિલા રૂ.૪.૮૦ વધીને રૂ.૪૪૮.૩૦, દિવીઝ લેબ રૂ.૨૬.૫૦ વધીને રૂ.૩૫૨૭.૯૦, અપોલો હોસ્પિટલ રૂ.૧૭.૭૫ વધીને રૂ.૨૯૦૬.૨૦, સનોફી રૂ.૨૭.૯૦ વધીને રૂ.૮૩૨૩.૫૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં તેજી : જેએસડબલ્યુ સ્ટીલ, ટાટા સ્ટીલ, સેઈલ, જિન્દાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૧૨.૭૫ વધીને રૂ.૪૧૪, ટાટા સ્ટીલ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૭૨૪.૨૦, સેઈલ રૂ.૧.૭૫ વધીને રૂ.૭૩, જિન્દાલ સ્ટીલ રૂ.૭.૫૦ વધીને રૂ.૩૨૦.૨૫, હિન્દુસ્તાન ઝિંક રૂ.૭.૦૫ વધીને રૂ.૩૦૫.૧૦, હિન્દાલ્કો રૂ.૬.૮૫ વધીને રૂ.૩૪૦, વેદાન્તા રૂ.૨.૫૫ વધીને રૂ.૨૨૬.૫૦ રહ્યા હતા.
લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૫૧ વધીને રૂ.૬૭૩૯ : થર્મેક્સ, હવેલ્સ ઈન્ડિયા, અદાણી ગ્રીન, કાર્બોરેન્ડમ, લાર્સન, ટિમકેન વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોની આજે સિલેક્ટિવ લેવાલી રહી હતી. લક્ષ્મી મશીન વર્કસ રૂ.૨૫૧.૫૦ વધીને રૂ.૬૭૩૯.૩૫, થર્મેક્સ રૂ.૩૩.૬૦ વધીને રૂ.૧૪૩૪, હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૦.૪૫ વધીને રૂ.૧૧૨૦.૫૫, ભારત ફોર્જ રૂ.૯.૫૦ વધીને રૂ.૬૨૨.૫૦, અદાણી ગ્રીન રૂ.૧૭.૪૦ વધીને રૂ.૧૧૮૫.૬૫, હોનટ રૂ.૬૫૨.૧૫ વધીને રૂ.૪૮,૯૮૪.૨૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૫.૯૫ વધીને રૂ.૪૯૩.૯૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૫.૮૫ વધીને રૂ.૧૫૨૪.૧૦, ટિમકેન રૂ.૧૨.૧૫ વધીને રૂ.૧૨૯૦.૫૦ રહ્યા હતા.
સ્શન્ના રિવાઈવલની યોજનાએ ૨૦ ટકાની ઉપલી સર્કિટ
સલ્ઝર, આઈટીડીસી, બજાજ સ્ટીલ, રેપ્રો, મેઘમણી ઓર્ગે ઉછળ્યા
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પસંદગીની લેવાલી રહી હતી. એમટીએનએલનું રિવાઈવલ કરવાની યોજનાએ શેરમાં ૨૦ ટકાની તેજીની ઉપલી સર્કિટે રૂ.૩.૬૩ ઉછળીને રૂ.૨૧.૭૮, સલ્ઝર ઈલેક્ટ્રોનિક્સ રૂ.૨૪ ઉછળીને રૂ.૧૪૪, આઈટીડીસી રૂ.૭૪.૩૫ વધીને રૂ.૪૪૮.૧૫, રેપ્રો રૂ.૪૮.૨૫ વધીને રૂ.૪૦૬.૬૫,મેઘમણી ઓર્ગેનિક્સ રૂ.૯.૩૦ વધીને રૂ.૯૩.૪૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડોની લેવાલી : ૧૬૨૭ શેરો નેગેટીવ બંધ : ૩૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડથ નેગેટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૫૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૨૭ અને વધનારની સંખ્યા ૧૩૫૦ રહી હતી. અલબત ૩૦૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૨૧૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
એફઆઈઆઈની કેશમાં રૂ.૧૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી, ડીઆઈઆઈની રૂ.૪૪૮ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૫.૬૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૬૫૩૪.૯૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૫૫૦.૬૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૪૪૭.૬૭ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૦૫૯.૭૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૬૧૨.૧૨ કરોડની વેચવાલી થઈ હતી.