ગેસ સિલિન્ડર વિસ્ફોટ : બિહારમાં લગ્ન દરમિનયા ખુશીમાં ફટાકડા ફોટતા સમયે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને વિકારળ આગમાં આખો પરિવાર હોમાઈ ગયો હતો. આમ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી.

બિહાર આગ : બિહારના દરભંગામાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં લગ્નની ઉજવણી દરમિયાન આખો પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. ફટાકડા ફોડવા દરમિયાન તણખામાં આગ લાગી અને થોડી જ વારમાં આગે આખા ઘરને લપેટમાં લઈ લીધુ. આ ઘટનામાં એક જ પરિવારના ૬ લોકોના મોત થયા છે.
દરભંગા જિલ્લાના અલીનગર બ્લોકના અંતોર ગામમાં આખો પરિવાર લગ્નની ઉજવણી કરી રહ્યો હતો. ફટાકડા ફોડવા દરમિયાન અચાનક તણખલામાંથી નીકળેલી આગથી સૌએ હોબાળો મચાવ્યો હતો. ફટાકડા ફોડતા સમયે આગનો તંણખો ગેસ સિલિન્ડર સુધી પહોંચ્યો અને ગેસ સિલિરન્ડરમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.
ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે નજીકમાં રાખેલા ડીઝલના ડ્રમમાં પણ આગ લાગી હતી. જે બાદ આ આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બધે આગ દેખાતી હતી. આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું, આગમા લગ્ન માટે લાવવામાં આવેલી વસ્તુઓ બળીને રાખ થઈ ગઈ. આગમાં પરિવારના છ સભ્યોના પણ મોત થયા હતા.
ડીએમ રાજીવ રોશને તપાસના આદેશ આપ્યા
આગનું વિકરાળ સ્વરૂપ અને લોકોની ચીસો જોઈ આસપાસના લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ધીમે ધીમે આગને કાબૂમાં લીધી હતી. જો કે ત્યાં સુધીમાં પરિવારના છ સભ્યોના મોત નીપજ્યા હતા. આ ઘટનાની જાણ જિલ્લા ડીએમ રાજીવ રોશનને પણ થઈ હતી. તેમણે કહ્યું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.