શું ઓટ્સ અને ઓટસ પ્રોડક્ટસ હેલ્ધી છે ?

ઓટ્સ એક પૌષ્ટિક ખોરાક છે, જેમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભ પ્રદાન કરે છે, પરંતુ એક્સપર્ટ શું કહે છે ?

Oats Health Benefits : શું ઓટ્સ અને ઓટસ પ્રોડક્ટસ હેલ્ધી છે ? જાણો ફાયદા અને ગેર ફાયદા

ઓટ્સ (Oats) તેના ઘણા સ્વાસ્થ્ય ગુણોને કારણે જાણીતા છે, ખાસ કરીને વેઇટ લોસકરવા ઇચ્છતા લોકો ઓટ્સનો ડાયટમાં સમાવેશ કરે છે. જેમાં તેઓ ઓટ્સ માંથી વિવિધ વાનગીઓ બનાવે છે, ચિલ્લા, સ્મુધી વગેરે. પરંતુ તાજતેરમાં અમેરિકન ડૉ. સ્ટીવન ગુંડ્રીએ ઓટ્સ અને ઓટ્સ પ્રોડક્ટનું સેવન કરવા સામે ચેતવણી આપી છે, અહીં જાણો

એક્સપર્ટે કહ્યું કે ”ઓટ્સમાં ગ્લાયફોસેટની હાજરી વિષે જણાવ્યું, ગ્લાયફોસેટ એક હર્બિસાઇડ છે જે “ઝેરમાંનું એક” જે ઓટમીલ જેવા ઓટ્સપ્રોડ્ક્ટમાં હોય છે. જે આપણા આંતરડાના માઇક્રોબાયોમને મારી નાખે છે.”

oats benefits

હંગ્રી કોઆલાના વરિષ્ઠ ન્યુટ્રિશનિસ્ટ ઇપ્સિતા ચક્રવર્તી સ્વીકારે છે કે, “ઘણા દેશોની જેમ કે ભારત પણ ઓટ પ્રોડક્ટસમાં ગ્લાયફોસેટ અથવા અન્ય હર્બિસાઇડ અવશેષોની સમસ્યાઓનો સામનો કરી શકે છે. ગ્લાયફોસેટનો ઉપયોગ વિશ્વભરમાં હાર્વેસ્ટમાં યુઝ થતું કેમિકલ છે જે પાકની લણણી સરળ બનાવે છે. જે ઓટ્સ સહિત ફાઇનલ પ્રોડક્ટમાં હર્બિસાઇડના અવશેષો તરફ દોરી શકે છે.”

ભારતમાં ઓટ્સ પ્રોડક્ટસ હાનિકારક કેમિકલથી મુક્ત છે? ભારતમાં નિયમો અને ધોરણો શું છે?

ચક્રવર્તી જણાવે છે કે, “ભારતની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ ખોરાકમાં જંતુનાશકો અને હર્બિસાઈડ્સ માટે મહત્તમ અવશેષ મર્યાદા (MRLs) નક્કી કરે છે. જેમાં ઓટ્સનો સમાવેશ થાય છે. આ નિયમો ફૂડ પ્રોડક્ટના વપરાશ માટે સલામત છે.”

FSSAI માર્કેટમાં અવેલેબલ ફૂડ પ્રોડક્ટસમાં અવશેષના લેવલને મોનિટર કરવા માટે નિયમિત દેખરેખ રાખે છે. આ ઉપરાંત, માર્કેટમાં મંજૂરી અને રેન્ડમ ટેસ્ટિંગ આ ધોરણોને લાગુ કરવામાં મદદ કરે છે, જેનો હેતુ ગ્રાહકોને કેમિકલના જોખમોથી બચાવવાનો છે.

ઓટ્સ અને ઓટ્સ પ્રોડક્ટસના ટાઈપ કે જેનાથી ભારતમાં ગ્રાહકોએ સાવચેત રહેવું જોઈએ.જ્યારે ભારતમાં હાનિકારક કેમિકલના અવશેષો માટે કોઈ ચોક્કસ બ્રાન્ડની સતત ચેતવણી આપવામાં આવી નથી. ત્યારે એક્સપર્ટ ભલામણ કરે છે કે ગ્રાહકોએ જાગૃત રહેવું જોઈએ.

ભારતમાં ગ્રાહકોને તેમના આહારમાં ઓટ્સનો સમાવેશ કરવાની સલામતી અંગે એક્સપર્ટની સલાહ

ભારતમાં ઓટ્સ પ્રોડક્ટસમાં ગ્લાયફોસેટ અથવા અન્ય હર્બિસાઇડ અવશેષોનું જોખમ હોઈ શકે છે, ત્યારે પ્રોડક્ટની પસંદગીમાં નિયમનકારી પગલાં ચિંતા ઘટાડી શકે છે. તમારા આહારના ભાગ રૂપે ઓટ્સનો સમાવેશ કરતી વખતે ધ્યાનમાં લેવાના કેટલાક મુખ્ય પરિબળો,

ગ્રાહકોએ હર્બિસાઇડના અવશેષોની વાકેફ હોવા જોઈએ પરંતુ નિયમનકારી માળખાને પણ સમજવું જોઈએ.જે આ જોખમોને ઘટાડવા માટે અસ્તિત્વમાં છે. ઓર્ગેનિક અથવા સર્ટિફાઈડ ક્લીન પ્રોડક્ટ પસંદ કરવાથી જોખમો ઘટાડી શકાય છે.

ઓટ્સ એક પૌષ્ટિક ખોરાક છે, જેમાં ફાઇબર અને પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે અને તે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે, જેમ કે કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડવું અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરવો. ઓટ્સના સેવનના ફાયદા હર્બિસાઇડના અવશેષો સાથે સંકળાયેલ સંભવિત જોખમો કરતાં વધારે છે.

વિવિધ પ્રકારના અનાજનો ડાયટના સમાવેશ કરો. જેથી કોઈ એક દુષિત પ્રોડક્ટસના વધુ પડતાઉપયોગના જોખમને ઘટાડી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *