લોકસભા ચૂંટણીના કારણે એપ્રિલ મહિનામાં ગુજરાત બોર્ડ પરિણામ જાહેર થવાની શક્યતાઓ વચ્ચે હવે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામ માટે મહત્વનું અપડેટ સામે આવ્યું છે.

ગુજરાતમાં માર્ચ ૨૦૨૪માં લેવાયેલી ગુજરાત બોર્ડ પરીક્ષાના પરિણામ માટે લાખો વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ લોકસભા ચૂંટણી પણ નજીક આવી ગઈ છે. ૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આવી પરિસ્થિતિમાં એપ્રિલ મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાની ચર્ચા વચ્ચે એપ્રિલ મહિનો પુરો થવા આવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત લોકસભા ચૂંટણી મતદાન પુરુ થયા બાદ જ પરિણામ જાહેર થશે.
મે મહિનાના અંતિમ તબક્કામાં જાહેર થશે પરિણામ
મળતી માહિતી પ્રમાણે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પેપર તપાસવાની કામગીરી પુરી થઈ ગઈ છે. જોકે, હવે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરિણામના ઓડિટની કામગીરી ચાલી રહી છે. હવે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે માટે શિક્ષકોની જવાબદારીઓ પણ વધશે. જેના પગલે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ સામે સુનાવણી બાકી
ગુજરાત બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે હજી સુનાવણીની કામગીરી પણ થઈ શકી નથી. પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં દોષિત વિદ્યાર્થીઓને દોષિત જાહેર થયાથી ત્રણ વર્ષથી પાંચ વર્ષ સુધીની કેદની સજા અથવા ૨,૦૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બંને શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.
પરિણામો કેવી રીતે જોવું
ગુજરાત બોર્ડનું પરિણામ ૨૦૨૪ જોવા માટે, વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટ (bseb.org) ની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે. બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે. અમે વિદ્યાર્થીઓને સલાહ આપીએ છીએ કે નવા અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટની સૂચનાઓ તપાસતા રહે.
GSEB SSC પરિણામ ૨૦૨૪ કેવી રીતે તપાસવું
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gseb.org પર જાઓ
- વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
- હવે GSEB પરિણામ ૨૦૨૪ લિંક પર ક્લિક કરો
- હોલ ટિકિટ પર SSC સીટ નંબરનો ઉપયોગ કરીને લોગિન કરો
- હવે GSEB ની માર્કશીટ તમારી સામે હશે
- ગુજરાત SSC માર્કશીટ ડાઉનલોડ કરો અને ભવિષ્યની જરૂરિયાત માટે રાખો.