જો તમારું પણ ખાતું દેશની સરકારી કે ગ્રામીણ બેંક (Bank holidays)માં છે તો આપના માટે આ મોટા સમાચાર છે, કારણ કે આ બેંકોમાં આગામી 5 દિવસ સુધી કામ નહીં થાય એટલે કે બેંક બંધ (Bank Bandh) રહેશે. તેનું કારણ સાપ્તાહિક રજા, શિવરાત્રિ અને હડતાલ છે. તો આપ આજે જ રોકડની વ્યવસ્થા કરી લો. આ ઉપરાંત પણ જો આપને બેંક સંબંધિત કોઈ કામ છે તો તેને આજે જ પૂરા કરી દો. નહીં તો આપને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
બેંકો કયા-કયા દિવસ બંધ રહેશે?
નોંધનીય છે કે, ગુરૂવાર 11 માર્ચે મહાશિવરાત્રિ હોવાના કારણે દેશના અનેક રાજ્યોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત 13 માર્ચે મહિનાનો બીજો શનિવાર છે, જેના કારણે બેંકોમાં કામકાજ નહીં થાય. રવિવાર એટલે કે 14 માર્ચે પણ બેંકો બંધ રહેશે. બાદમાં 15 અને 16 માર્ચે બેંકોની હડતાલ છે, જેના કારણે પણ બેંકો બંધ રહેશે. એટલે કે બેંક 5 દિવસ સુધી બંધ રહેશે.