સોનાની કિંમતમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો! 22% થયું સસ્તું

સોનાના ભાવ (Gold Price)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સોનાનો ભાવ 11 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો છે. સોનું ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 57,000ના ઉચ્ચતર સ્તર (gold price all time high)ને સ્પર્શી ગયું હતું, પરંતુ હાલના સમયમાં સોનું 22 ટકાના ઘટાડાની સાથે 12,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ચૂક્યું છે. એવામાં સવાલ એ છે કે સોનાની કિંમત હજુ કેટલી ઘટશે કે હવે તેમાં તેજી જોવા મળશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણમાં સુધારના કારણે સોનાની કિંમત ઘટી છે.

એનાલિસ્ટનું માની રહ્યા છે કે હજુ સોનામાં ઘટાડો આવશે. માનવામાં આવી રહ્યું છે કે સોનું 1500 ડૉલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ તેમાં સ્થિરત જોવા મળશે. એટલે કે આ હિસાબથી ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો સોનું 40,000 હજારની નીચે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *