ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર ઝડપી હવાઈ હુમલા કર્યા

ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર ઝડપી હવાઈ હુમલા કર્યા

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન, ઇઝરાયેલે દક્ષિણ ગાઝાના રફાહ શહેર પર ઝડપી હવાઈ હુમલા કર્યા, જેમાં ૧૩ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઈઝરાયેલના બોમ્બવિસ્ફોટથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો રફાહમાં આશ્રય લઈ રહ્યા છે. આ બોમ્બ વિસ્ફોટ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે ઈઝરાયેલ સાથે યુદ્ધવિરામને લઈને ઈજિપ્ત દ્વારા આયોજિત હમાસ નેતાઓ સાથે સંભવિત ચર્ચા થઈ શકે છે.

ઇઝરાયલે હમાસને જડમૂળથી ખતમ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. હમાસને ખતમ કરવા માટે શરૂ કરાયેલી ઈઝરાયેલ સૈન્ય કાર્યવાહીમાં ૩૪,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો મૃત્યુ પામ્યા છે. આ યુદ્ધને કારણે ૨૩ લાખ લોકોને વિસ્થાપિત થવું પડ્યું છે. હમાસના અધિકારીઓનું કહેવું છે કે ખલીલ અલ-હયાના નેતૃત્વમાં હમાસના અધિકારીઓ યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરશે, જેમાં કતાર અને ઇજિપ્ત મધ્યસ્થીની ભૂમિકા ભજવી રહ્યા છે.

હમાસે ફરીથી ‘ટુ નેશન થિયરી’ પર સમજૂતી થવાની સંભાવના વ્યક્ત કરી છે. પેલેસ્ટિનિયન સંગઠન હમાસ ૧૫ વર્ષથી વધુ સમયથી કહી રહ્યું છે કે તે ઇઝરાયેલ સાથે બે રાષ્ટ્રના કરારને સ્વીકારી શકે છે. પરંતુ હમાસે એ કહેવાનો પણ ઈન્કાર કર્યો છે કે તે ઈઝરાયેલને માન્યતા આપશે કે તેની સામે સશસ્ત્ર લડાઈ છોડી દેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *