ગુજરાતમાં પોલીસ ભરતી

ગુજરાત પોલીસમાં PSI, કોન્સ્ટેબલ બનવાનું સપનું સેવી રહેલા ઉમેદવારો ફટાફટ અરજી કરી લો કારણ કે હવે અરજી કરવાના માત્ર બે દિવસ બાકી રહ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોએ હજી સુધી ફોર્મ ભર્યું ન હોય તો જરા ઉતાવળ રાખજો નહીં તો ગુજરાત પોલીસમાં નોકરી કરવાનું તમારું સપનું રોળાઈ જશે. કારણે ગુજરાત પોલીસ ભરતી માટે અરજી કરવા માટે માત્ર બે દિવસ જ બાકી છે. ગુજરાત પોલીસ ભરતી માટેની અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૪ છે. અરજી કરના ઉમેદવાર માટે અહીં ભરતી અંગેની A to Z વિગતો આપવામાં આવી છે.

ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વની માહિતી

પોસ્ટ ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ
પોસ્ટ પીએસઆઈ, લોકરક્ષક, જેલ સિપાઈ વગેરે.
કુલ જગ્યા ૧૨૪૭૨
નોકરી પ્રકાર સરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ ૨૦૨૪ (૨૩:૫૯ વાગ્યા સુધી)
ક્યાં અરજી કરવી https://ojas.gujarat.gov.in

ગુજરાત પોલીસ ભરતીની પોસ્ટની વિગતે માહિતી

પોસ્ટ પુરુષ મહિલા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ૩૧૬ ૧૫૬
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ૪૪૨૨ ૨૧૮૭
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF) ૧૦૦૦ ૦૦
જેલ સિપાઈ ૧૦૧૩ ૮૫
કુલ ૮૯૬૩ ૩૫૦૯

ગુજરાત પોલીસ ભરતી માટે કેવી રીતે કરવી ઓનલાઈન અરજી

ગૃહ વિભાગ દ્વારા બહાર પાડેલી ૧૨ હજાર કરતા વધારે પદો માટે અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે. જે ઉમેદવારોએ હજી સુધી અરજી નથી કરી તેઓ બે દિવસમાં ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરવા.

  • ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઈટની મુલાકાત લેવી
  • વેબસાઈટ ખુલ્યા બાદ જે પદ માટે અરજી કરવી હોય એ સેક્શનમાં જવું
  • અરજીની જરૂરી વિગતો ભરવી
  • જરૂરી દસ્તાવેજોની સોફ્ટ કોપી અટેચ કરવી
  • અરજી સબમીટ કરતા પહેલા તમામ વિગતો એકવાર ધ્યાનથી ચકાસી લેવી
  • ત્યારબાદ પ્રીન્ટ કાઢી લેવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *