વરુથિની અગિયારસ પર બની રહ્યા છે ૩ શુભ યોગ

હિંદુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે. વરુથિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

Varuthini Ekadashi 2024 : વરુથિની અગિયારસ પર બની રહ્યા છે 3 શુભ યોગ, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

હિંદુ ધર્મમાં અગિયારસનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે એક વર્ષમાં ૨૪ એકાદશી હોય છે. એક મહિનામાં બે અગિયારસ હોય છે. માન્યતા છે કે જે વ્યક્તિ આખો દિવસ વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેની બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે. આ વર્ષે વરુથિની એકાદશી ૪ મે ને શનિવારે ઉજવવામાં આવશે. આ સાથે જ આ દિવસે અનેક શુભ યોગ પણ બની રહ્યા છે. જેના કારણે આ દિવસનું મહત્વ વધુ વધી ગયું છે.

વરુથિની એકાદશી શુભ મુહૂર્ત અને તારીખ

વૈદિક પંચાગ અનુસાર અગિયારસ તિથિ ૩ મે, શુક્રવારે રાત્રે ૧૧:૨૩ વાગ્યાથી શરૂ થશે અને આ તિથિ ૪ મે, શનિવારે રાત્રે ૦૮:૩૭ વાગ્યે સમાપ્ત થશે. તેથી ૪ મેના રોજ વરુથિની એકાદશી ઉજવવામાં આવશે. સાથે જ વરુથિની અગિયારસના પારણા ૫ મેના રોજ સવારે ૦૫:૩૬ થી ૦૮:૧૬ સુધી શરૂ થશે.

વરુથિની એકાદશી શુભ યોગ

પંચાગ મુજબ વરુથિની અગિયારસના દિવસે ત્રિપુષ્કર યોગ, ઇન્દ્રયોગ અને વૈધૃતિ યોગ બની રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. સાથે જ ત્રિપુષ્કર અને ઇન્દ્રયોગમાં પૂજા કરવાથી ડબલ ફળ મળે છે.

વરુથિની અગિયારનું ધાર્મિક મહત્વ

વરુથિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સાથે સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. બીજી તરફ વરુથિની એકાદશીનું વ્રત કરવાથી અન્નદાન, કન્યાદાન બંને શ્રેષ્ઠ દાનનું ફળ મળે છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે.

કરો આ ઉપાયો

-જો તમને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ સંતાન થઇ રહ્યું નથી તો આ એકાદશી પર ગોપાલ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી તમને સંતાન પ્રાપ્તિના યોગ બનશે..

-મુશ્કેલથી મુશ્કેલ સમસ્યાના સમાધાન માટે ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરો. આવુ કરવાથી તમે બધી પરેશાનીઓથી છુટકારો મેળવી શકશો.

-ભક્તિ અને મોક્ષ માટે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. આમ કરવાથી તમને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે ધર્મગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી આ માહિતી એકત્ર કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ માત્ર માહિતી પહોંચાડવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ રીતે ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *