કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક સમયથી નવા સ્ટાર્ટઅપ્સ (New Start-up) તેમજ ઉદ્યોગો (Industry) શરુ કરવાને લઈને સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત કેન્દ્ર સરકારે (Central Government) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) શરુ કરવા માટેના રજિસ્ટ્રેશનને સરળ બનાવવા 1 જુલાઈ, 2020ના રોજ એક પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું. આ પોર્ટલ થકી નવી કંપનીઓ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ થઇ ગઈ છે અને સમયની પણ બચત થઇ છે. કેન્દ્ર સરકારે 26 નવેમ્બર 2020એ જારી કરેલી નોટિફિકેશન મુજબ પોર્ટલ પર રજિસ્ટ્રેશન માટે GSTIN અનિવાર્ય હશે. ઉલ્લેખનીય છે કે આ નોટિફિકેશન 1 એપ્રિલ 2021ના રોજ લાગુ થશે.
આવા ઉદ્યમીઓને GSTINના કારણે થતી હતી સમસ્યા
કેન્દ્ર સરકારે GSTIN અનિવાર્ય કરાયું હતું. જેના કારણે ઘણા MSME સંગઠનોનું કહેવું હતું કે, GSTIN અનિવાર્ય કરવાથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડે છે. તેમના મુજબ, ઘણી એન્ટરપ્રાઈઝને GST રિટર્ન દાખલ કરવા અંગે છૂટ મળી છે. જયારે ઘણા MSMEનો વાર્ષિક કારોબાર એટલો ઓછો છે કે GST એક્ટ અંતર્ગત તેમને રજિસ્ટ્રેશનની જરૂર જ નથી. જેથી રજિસ્ટ્રેશનમાં GSTIN અનિવાર્ય કરવું હિતાવહ નથી.