યુજીએસ નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર

 યુજીએસ નેટ ૨૦૨૪ પરીક્ષા અગાઉ ૧૬ મે, ૨૦૨૪ના રોજ યોજાવાની હતી. હવે યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા યુજીસી નેટ ૨૦૨૪ એક્ઝામની નવી તારીખ વિશે માહિતી આપી હતી.

યુજીસી નેટ ૨૦૨૪ ની (UGC-NET ૨૦૨૪) પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર આવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએએ યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. અગાઉ યુજીસી નેટ એક્ઝામ ૧૬ જૂન, ૨૦૨૪ રવિવારના રોજ યોજાવાની હતી. જો કે પરીણાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા નવી તારીખ વિશે માહિતી આપી હતી. જાણો યુજીએસ નેટ ૨૦૨૪ પરીક્ષાની નવી તારીખ અને તારીખ બદલવાનું કારણ

યુજીસી નેટ પરીક્ષાની તારીખ કેમ બદલાઇ

યુજીસી નેટ ૨૦૨૪ એક્ઝામ જે દિવસે યોજાવાની હતી તે જ દિવસે યુપીએસસી ૨૦૨૪ પ્રીલિમ્સની એક્ઝામ પર થવાની હતી. આથી ઉમેદવારો મૂંઝવણમાં હતા કે યુજીએસ નેટની પરીક્ષા આપવી કે યુપીએસસી પ્રીલિમ્સની એક્ઝામ આપવી. ઉમેદવારો દ્વારા આ મામલે યુજીસીને રજૂઆત કરવામાં આવી હતી.

યુજીએસ નેટ ૨૦૨૪ પરીક્ષા નવી તારીખ

યુજીસીના અધ્યક્ષ એમ જગદેશ કુમારના ટ્વીટ અનુસાર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને યુજીસીએ ઉમેદવારો તરફથી મળેલી રજૂઆતના આધારે નિર્ણય લીધો છે કે ૧૬ જૂને યોજાનારી યુજીસી નેટ પરીક્ષા હવે ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ લેવામાં આવશે.

એનટીએ એક જ દિવસે સમગ્ર ભારતમાં ઓએમઆર મોડમાં યુજીસી-નેટનું આયોજન કરશે. તમને જણાવી દઈએ કે અગાઉ યુજીસી નેટની પરીક્ષા અને યુપીએસસી પ્રીલિમ્સ પરીક્ષા એક જ દિવસ યોજાવાની હતી. તેથી એનટીએએ તેના શેડ્યૂલમાં ફેરફારની જાહેરાત કરી છે.

યુજીસી નેટ ૨૦૨૪ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ

તમને જણાવી દઇયે કે, યુજીસી નેટ ૨૦૨૪ પરીક્ષા માટેની અરજી પ્રક્રિયા ચાલી રહી છે. યુજીએસ નેટ ૨૦૨૪ પરીક્ષા માટે અરજી પ્રક્રિયા ૨૦ એપ્રિલથી શરૂ થઈ હતી અને અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ મે, ૨૦૨૪ છે. અરજી ફી ભરવાની છેલ્લી તારીખ ૧૧ મે, ૨૦૨૪ છે. જુનિયર રિસર્ચ ફેલોશિપ (જેઆરએફ) અને / અથવા સહાયક પ્રોફેસર માટે લાયક બનવા માટે આ પરીક્ષા માટેની અરજી સંપૂર્ણપણે ઓનલાઇન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *