નજીવા મૂડી રોકાણ સાથે શરૂ કરો આ બિઝનેસ, મોદી સરકાર પણ આપી રહી છે પ્રોત્સાહન
નવી દિલ્હી. શું તમે બિઝનેસ (New Business) શરૂ કરવા માંગો છો…શું તમે એકસ્ટ્રા કમાણી (Extra Income) કરવાનો પ્લાન બનાવી રહ્યા છો? આજે અમે આપને એક એવો બિઝનેસ આઇડિયા (New Business Idea) આપીશું જેના માધ્યમથી તમે દર મહિને બમ્પર રૂપિયા કમાઈ (Earn Money) શકો છો. આપને જણાવી દઈએ કે ભારતમાં એક ચાના શોખીન કરોડોની સંખ્યામાં છે. રેલવે સ્ટેશન (Railway Station), બસ ડેપો (Bus Depot) અને એરપોર્ટ (Airport) પર માટીના કુલ્હડની ચા ની સતત માંગ રહે છે. એવામાં જો તમે કુલ્હડ બનાવવા અને વેચવાનો બિઝનેસ (Kulhad making business) શરુ કરી શકો છો. આવો આપને જણાવીએ કે તમે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો…
સરકાર પણ આપી રહી છે પ્રોત્સાહન
નોંધનીય છે કે, સરકાર હાલમાં માટીના કુલ્હડની માંગ વધારવા ઉપર પણ ફોકસ કરી રહી છે. થોડા સમય પહેલા માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કુલ્હડને પ્રોત્સાહન આપવા માટે પ્લાસ્ટિક અને કાગળના કપમાં ચા આપવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.
વિશેષમાં મોદી સરકારે કુલ્હડ બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે કુંભાર સશક્તિકરણ યોજનાને લાગુ કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દેશભરના કુંભારોને વીજળીથી ચાલનારા ચાક આપે છે તો તેનાથી કુલ્હડ સહિત માટીના વાસજ્ઞ બની શકે છે. બાદમાં સરકાર કુંભારો પાસેથી આ કુલ્હડને સારી કિંમત પર ખરીદી લે છે.
5 હજાર રૂપિયા રોકીને શરૂ કરી શકો છો આ બિઝનેસ
હાલની સ્થિતિને જોતાં આ બિઝનેસ ખૂબ ઓછી કિંમતમાં શરૂ કરી શકાય છે. તેના માટે આપને નાની જગ્યાની સાથોસાથ 5000 રૂપિયાની જરૂર હશે. ખાદી ગ્રામોદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ જાણકારી આપી છે કે આ વર્ષે સરકારે 25 હજાર ઇલેક્ટ્રીક ચાક વિતરિત કર્યા છે.
કુલ્હડને કેટલા રૂપિયામાં વેચી શકાય છે?
ચા માટેની કુલ્હડ ખૂબ જ સસ્તી હોવાની સાથોસાથ પર્યાવરણના હિસાબથી પણ સુરક્ષિત હોય છે. હાલના સમયની વાત કરીએ તો ચાના કુલ્હડનો ભાવ લગભગ 50 રૂપિયા 100 નંગના છે. આ પ્રકારે લસ્સીના કુલ્હડની કિંમત 150 રૂપિયા 100 નંગના, દૂધના કુલ્હડની કિંમત 150 રૂપિયા 100 નંગના અને નાની પવાલી 100 રૂપિયા 100 નંગના છે. ડિમાન્ડ વધતા તેના સારા ભાવ પણ મળવાની શક્યતા છે.
આજના સમયમાં શહેરોમાં કુલ્હડવાળી ચાની કિંમત 15થી 20 રૂપિયા સુધીની પણ હોય છે. જો બિઝનેસને યોગ્ય રીતે ચલાવવામાં આવે અને કુલ્હડ વેચવા પર ધ્યાન આપવામાં આવે તો એક દિવસમાં 1,000 રૂપિયાની આસપાસ બચત કરી શકાય છે.