મહાશિવરાત્રિ:111 વર્ષ પછી અંગારકયોગમાં શિવરાત્રિ ઊજવાશે; મંગળ-રાહુ વૃષભ રાશિમાં એકસાથે રહેશે, 10 સરળ સ્ટેપ્સમાં શિવપૂજા કરો

ગુરુવાર, 11 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે અંગારકયોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એકસાથે સ્થિત છે. જ્યારે આ બે ગ્રહ એક જ રાશિમાં હોય છે, ત્યારે અંગારકયોગ બને છે. 2021થી 111 વર્ષ પહેલાં 1910માં 9 માર્ચના રોજ અંગારકયોગ સાથે શિવરાત્રિ ઊજવવામાં આવી હતી. આ વખતે શિવરાત્રિના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર પણ રહેશે. એનો સ્વામી મંગળ ગ્રહ છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, ગુરુવારે જ બુધ અને ચંદ્ર ગ્રહનું રાશિ પરિવર્તન પણ થઇ રહ્યું છે. અંગારકયોગમાં શિવરાત્રિ હોવાથી જમીનની વધતી કિંમત ઓછી થવાની શક્યતા છે. દેશની જનતા પર દેવું ઓછું થઇ શકે છે. ખાસ કરીને વૃષભ રાશિના લોકોને વિશેષ લાભ થઇ શકે છે. મંગળ-રાહુની જોડી વૃષભ રાશિમાં છે અને આ રાશિ પર ગુરુની દૃષ્ટિ પણ છે. આ કારણે પ્રાકૃતિક આપત્તિઓમાં ઘટાડો આવે તેવા યોગ બની રહ્યા છે. બજાર સામાન્ય રહેશે. કરિયાણા અને મસાલાના વેપારમાં તેજી આવશે.

શિવરાત્રિએ પૂજા માટે શુભ મુહૂર્તઃ-

> સવારે 6 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી

> સવારે 10.30 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી

> સાંજે 4.30 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી

10 સરળ સ્ટેપ્સમાં શિવપૂજા કરી શકો છોઃ-

1. શિવરાત્રિએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં શિવપૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.

2. આખો દિવસ વ્રત રાખવું અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. મંત્રજાપ ઓછામાં ઓછા 108 વાર કરો. જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તો તેઓ દૂધ, ફળ અને ફળના રસનું સેવન કરી શકે છે.

3. સાંજે સૂર્યાસ્ત પહેલાં ફરીથી સ્નાન કરો. કોઈ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગની પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલા શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો.

4. પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં રાખશો તો સારું રહેશે.

5. પૂજામાં શુદ્ધ જળમાં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.

6. દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવો અને એનાથી શિવલિંગનો અભિષેક કરો.

7. પંચામૃત પછી સાફ જળથી અભિષેક કરો. એ પછી શિવલિંગ પર ચંદન, ફૂલ, બીલીપાન, ધતૂરો, સુગંધિત સામગ્રી અને સીઝનલ ફળ ચઢાવો, સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીની પણ પૂજા કરો. તેમને પણ વસ્ત્ર, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો.

8. દેવી-દેવતાઓ સામે ધૂપ-દીપ પ્રગટાવો. મીઠાઈનો ભોગ ધરાવો.

9. ઓમ ગં ગણપતયૈ નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ ગૌર્ય નમઃ મંત્રનો જાપ કરો.

10.કપૂર પ્રગટાવીને આરતી કરો. એ પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલો માટે માફી માગો. પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તોમાં વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *