ફરી આવી રહ્યો છે બાહુબલી

એસ એસ રાજામૌલીએ ચાહકોને આપી સરપ્રાઇઝ!

ફરી આવી રહ્યો છે બાહુબલી...: એસ એસ રાજામૌલીએ ચાહકોને આપી સરપ્રાઇઝ! 

બાહુબલી અને બાહુબલી ૨ ની શાનદાર સફળતા બાદ જો તમને એ જણાવવામાં આવે કે એકવાર ફરીથી બાહુબલીની વાપસી થઈ રહી છે તો તમારી પ્રતિક્રિયા શું હશે? ડાયરેક્ટર એસ એસ રાજામૌલીએ પોતાના તમામ બાહુબલી ચાહકોને એક મોટી સરપ્રાઈઝ આપી છે. ડાયરેક્ટરે પોતાની અપકમિંગ સિરીઝ ‘બાહુબલી ધ ક્રાઉન ઓફ બ્લડ’ની જાહેરાત કરી દીધી છે. જે બાદ ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે.

પ્રોડ્યુસર-ડાયરેક્ટર રાજામૌલીએ ગત સાંજે ઈન્સ્ટા સ્ટોરી અને ટ્વીટ દ્વારા પોતાની નવી સિરીઝ ‘બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ’નું એલાન કર્યું. તેણે એક વીડિયો શેર કર્યો, જેમાં આ સિરીઝને લઈને અપડેટ આપવામાં આવ્યું. આ સિરીઝની ખાસ વાત એ છે કે આ સંપૂર્ણરીતે એનિમેટેડ હશે. ‘બાહુબલી: ધ ક્રાઉન ઓફ બ્લડ’ની ઝલક શેર કરતાં રાજામૌલીએ એ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં તેનું ટ્રેલર તમામની સામે હશે.

એસ એસ રાજામૌલીએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. જેના બેકગ્રાઉન્ડમાં સ્પષ્ટ રીતે બાહુબલીના સૂત્રો સંભળાઈ રહ્યાં છે. આ વીડિયોને શેર કરતા ડાયરેક્ટરે તેના કેપ્શનમાં લખ્યું છે કે ‘જ્યારે મહિષ્મતિના લોકો તેમનું નામ જપે છે તો બ્રહ્માંડની કોઈ પણ તાકાત તેમને પાછા ફરવાથી રોકી શકતી નથી. બાહુબલી: ક્રાઉન ઓફ બ્લડ, એક એનિમેટેડ સિરીઝનું ટ્રેલર ટૂંક સમયમાં જ આવશે!’ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *