તરબૂચ અને મસ્કમેલન બન્નેમાં પોટેશિયમ અને અન્ય પોષક તત્વો વિટામિન A અને C હોય છે. તરબૂચમાં વધુ લાઇકોપીન હોય છે, જે હૃદયની સમસ્યામાં ફાયદાકારક છે.

ઉનાળા દરમિયાન હાઇડ્રેશન અને વજન ઘટાડવા માટે હંમેશા તરબૂચ ખાવાની ભલામણ કરવામાં આવે છે, પરંતુ ભારતમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે પ્રશ્ન ઉભો થાય છે કે, તરબૂચ કે સક્કરટેટી? તરબૂચ અને સક્કરટેટી બંને પ્રમાણમાં હાઈ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવે છે. ૫૫ અથવા તેનાથી ઓછો GI નીચો માનવામાં આવે છે, જ્યારે ૫૬-૬૯ મીડીયમ અને ૭૦ અથવા તેનાથી વધુ હોય તો હાઈ માનવામાં આવે છે.

જ્યારે તરબૂચનું GI ૭૨ જયારે સક્કરટેટી ૬૫ છે, ત્યારે ગ્લાયકેમિક લોડને સમજવું અહીં મહત્વનું છે. ગ્લાયકેમિક ઈન્ડેક્ષ માપે છે કે ખોરાક કેટલી ઝડપથી ગ્લુકોઝને લોહીમાં દાખલ કરે છે અને સર્વિંગ દીઠ કેટલું ગ્લુકોઝ પહોંચાડી શકે છે.
ઉદાહરણ તરીકે, તરબૂચમાં હાઈ જીઆઇ હોય છે પરંતુ તેમાં કાર્બોહાઇડ્રેટ એટલું ઓછું હોય છે કે તેનો ગ્લાયકેમિક લોડ માત્ર ૫ છે. એક કપ સક્કરટેટીમાં થોડો ઓછો ગ્લાયકેમિક લોડ ૩.૧૪ નો હોય છે. કારણ કે બંને ફળોમાં ૯૦ % પાણી અને ફાઈબર હોય છે. તેથી જ, આ બંને ફળો ડાયાબિટીસ માટે સલામત છે.
તરબૂચ અને મસ્કમેલન બન્નેમાં પોટેશિયમ જેવા અન્ય પોષક તત્વો વિટામિન A અને C હોય છે. તરબૂચમાં વધુ લાઇકોપીન હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને ફાયદો કરે છે જ્યારે મસ્કમેલનમાં બીટા-કેરોટીન હોય છે, જે આંખના સ્વાસ્થ્ય માટે સારું છે. બંને એન્ટીઑકિસડન્ટો અને ફાઇબરથી સમૃદ્ધ છે અને ભૂખ કંટ્રોલ કરે છે.
બંને ફળ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે, ડાયાબિટીસ ફ્રેન્ડલી ડાયટમાં સામેલ કરવાની ચાવી એ મધ્યસ્થતા છે.
જાણો કેટલીક ટિપ્સ
બ્લડ સુગર ટેસ્ટ : ફળો ખાતા પહેલા અને પછી હંમેશા તમારા બ્લડ સુગર લેવલ તપાસો. અને તમારા બોડી પર શું અસર થાય છે તે સમજો.
પ્રોટીન અથવા હેલ્થી ફેટ્સ સાથે જોડો: પ્રોટીન અથવા હેલ્થી ફેટ્સ સાથે ફળોનું મિશ્રણ મદદ બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.
મર્યાદિત માત્રામાં સેવન : બન્નેફળનું સેવન મર્યાદિત માત્રામાં કરવું. ખાસ કરીને તરબૂચ કારણ કે તેનું ગ્લાયસેમીક ઈન્ડેક્ષ વધુ હોય છે. બંને ફળોમાં નેચરલ સુગર હોય છે પરંતુ તે સુગરજ છે તેથી મર્યાદિત સેવન કરવું હિતાવહ છે.
તરબૂચ અને સક્કરટેટી બંને તેમની ઓછી કેલરી અને પાણીનું વધુ પ્રમાણને કારણે વજન ઘટાડવા માટે સારી પસંદગી છે. ઘણા દર્દીઓ વારંવાર પૂછે છે કે શું તેઓ સાથે તરબૂચ અને સક્કરટેટીનું સેવન કરી શકે છે? તો હા, તેઓ કરી શકે છે, જો કે મિશ્ર ફળો રોજની ભલામણ કરેલ કેલરી કરતા વધુ ન હોય.
વિવિધ ફળોનું મિશ્રણ સ્વાદ અને પોષક તત્વોની વિવિધતા પ્રદાન કરી શકે છે. અને જો કે તમે કેલરી લિમિટમાં લેતા હોવ તો દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે, ઉપવાસ દરમિયાન સવારે આ બે ફળ ખાવા શ્રેષ્ઠ છે.