ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. આગામી ૭ મેના રોજ ત્રીજા તબક્કાનું તમદાન થશે. પીએમ મોદી પણ ગુજરાતમાં પ્રાચર માટે આવ્યા છે.

આજે ૨ એપ્રિલ ૨૦૨૪, ગુરુવારના દિવસે લોકસભા ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે ગુરુવારના દિવસે વડાપ્રદાન નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં બીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર સભાઓ સંબોધશે. જેમાં પહેલી સભા આણંદમાં સંબોધ્યા બાદ સૌરાષ્ટ્રના પ્રવાસે જશે.આ ઉપરાંત ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અહીં વાંચો આજના તાજા સમાચાર
પીએમ મોદી આણંદમાં સંબોધશે જાહેર સભા
પીએમ મોદી આજે ગુરુવારે આણંદમાં જનસભા સંબોધશે, ત્યારબાદ ત્યાંથી સુરેનદ્રનગરમાં બપોરે ૦૨:૦૦ કલાકે જનસભા કરશે. અહીંથી સીધા તેઓ જુનાગઢમાં બપોરે ૦૩:૦૨ કલાકે જનસભા સંબોધશે, ત્યાંથી આગળ વધતા જામનગરમાં સાંજે ૦૫:૦૦ કલાકે જનસભા સંબોધી પસ્ચિમ બંગાળ જવા રવાના થઈ શકે છે.