યોગ કરવાથી તણાવ ઓછો થાય?

૨૦૨૧ માં થયેલા ગેલપ સર્વેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ૪૧ % લોકોએ તણાવનો અનુભવ કર્યો હતો. પરંતુ સ્ટ્રેસ માંથી મુકિત મેળવવા તમે કસરત કે યોગ રહી શકો છો ?

Yoga : યોગ કરવાથી તણાવ ઓછો થાય? કોર્ટિસોલ ઘટાડી શકે છે? જાણો

તણાવ આજના સમયમાં કોમન છે. તમારા કામને લઈને થોડું ટેંશન વ્યાજબી છે. પરંતુ સતત તણાવ શારીરિક અને માનસિક રીતે નુકસાનકારક છે કારણ કે સતત ટેંશન કરવાથી કોર્ટિસોલ હોર્મોન્સ શરીરમાં વધવા લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટાડી કરી શકે છે, જે બ્લડ પ્રેશર વધારે છે, કાર્ડિયાક સંબંધિત સમસ્યા અને ડિપ્રેશન વગેરે જેવી સમસ્યામાં વધારો થાય કરે છે.

yoga tips

૨૦૨૧ માં થયેલા ગેલપ સર્વેમાં દર્શાવવામાં આવ્યું હતું કે ૪૧ લોકોએ તણાવનો અનુભવ કર્યો હતો. પરંતુ સ્ટ્રેસની સમસ્યા માંથી મુકિત મેળવવા તમે એક્ટિવ રહી શકો છો જેમ કે કોઈ ફિઝિકલ એક્ટિવિટી; યોગ

કે.એન.ઉડુપા, ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ, બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીના ડાયરેક્ટર, યોગ આસનો કરનારા તેમના સબ્જેક્ટનું સાયકોલોજીકલ ટેસ્ટિંગ કર્યું અને તેઓને આ રિઝલ્ટ મળ્યા છે,

યોગના ફાયદા 

  • યાદશકિતમાં વધારો
  • ન્યુરોટિકિઝમ ઇન્ડેક્સનો ઘટાડો
  • માનસિક થાક ઓછો લાગવો
  • ખુશીની લાગણીમાં વધારો
  • પોઝિટિવિટીમાં વધારો

યોગ : યોગાસન કરવાથી મનને શાંતિ મળે છે, મગજમાં બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે, અને યાદશકિતમાં વધારો કરવામાં મદદ કરે છે.

પદ્માસન

તમારા બન્ને હાથ પાછળ બાંધો અને પદ્માસનમાં બેસો. આંખો બંધ કરો. ઊંડો શ્વાસ લો અને તમારા હાથ સીધા તમારા માથા પર ઉભા કરો. આ સાથે કલ્પના કરો કે તમારો શ્વાસ ઇન્ટરનલી આખા શરીરમાં ફરી રહ્યો છે.

જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે, તમારા માથું ધીમે ધીમે આગળ કરી જમીન પર અડાવો. તેની સાથે જ, કલ્પના કરો કે તમારો શ્વાસ કરોડરજ્જુની સાથે તમારી આઈબ્રોની આસપાસ ફરે છે.

તમારા હાથ પાછળ હળવા બાંધો, જ્યાં સુધી તમને શ્વાસ લેવાનું મન ન થાય ત્યાં સુધી એક સ્થિતિમાં રહો. આ રીતે એક શ્વાસ અંદર લો અને બહાર કાઢો, આ એક રાઉન્ડ પૂર્ણ કરો. આ પ્રેક્ટિસ એક અઠવાડિયા માટે ત્રણ રાઉન્ડમાં કરો અને પછી ધીમે ધીમે પાંચ રાઉન્ડ સુધી વધારો.

ભુજંગ આસન

આ આસન કરવા માટે ઊંધા સુઈ જાઓ, તમારું માથું જમીનને ટેકવે તે રીતે આરામ કરો. હવે ધીમે ધીમે ઊંડા શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો, તેના પાંચ રાઉન્ડ પૂર્ણ કરો. જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે કલ્પના કરો કે શ્વાસ તમારા આખા શરીરમાં ફરે છે.

પછી તમારી પીઠના સ્નાયુઓનો ઉપયોગ કરીને ધીમે ધીમે તમારી થડને ઊંચું કરો અને પછી કોણીના સપોર્ટથી નોર્મલ સ્થિતિમાં આવો, નાભિ સુધી આવો અને તમારું બોડી થોડું વધારે પાછળ ખેંચો.

ઉજ્જયી પ્રાણાયામ

આ પ્રાણાયામ નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક છે, મનને શાંત કરે છે, માનસ પર ઊંડી રાહત આપે છે અને અનિદ્રાને દૂર કરે છે. કોઈપણ ધ્યાન અથવા આરામદાયક પોઝમાં બેસો. તમારી આંખો બંધ કરો અને તમારા શરીરને આરામ આપો. તમારા શ્વાસને કાઉન્ટ કરો. અંદર અને બહાર ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો જ્યાં સુધી 10 રાઉન્ડ થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *