પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત લોકસભા ચૂંટણી ૨૦૨૪ ના પ્રચાર માટે ગુજરાત મુલાકાતે છે, ત્યારે તેમણે આણંદ, સુરેન્દ્રનગર, જુનાગઢ અને જામનગરમાંમાં સભા સંબોધી
ગુજરાતમાં લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ૭ મેના રોજ મતદાન થાય તે પહેલા પીએમ નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, ગઈ કાલે તેમણે ડીસા અને હિંમતનગરમાં સભા સંબોધી હતી, અને કોંગ્રેસ પર અનામત, સંપત્તિ પુન: વિતરણ, કોંગ્રેસના રાજકીય કાર્યકાળમાં થયેલા કૌભાંડ, તે સમયની સ્થિતિ સહિતની વાત કરી ભાજપ સરકારે કરેલા કામની વાતો કરી મતદાતાઓને રિજવવાનો પ્રયાસ કર્યો હતો. આજે પીએમ મોદી પ્રચાર માટે આણંદ પહોંચ્યા છે. જ્યાં તેઓ વલ્લભ વિદ્યાનગર, શાસ્ત્રી ગ્રાઉન્ડમાં જનસભા સંબોધી હતી, ત્યારબાદ સુરેન્દ્રનગર સભા સંબોધી, અને જુનાગઢમાં પણ સભા સંબોધી હતી. અંતમાં જામનગરમાં સભા સંબોધી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસ પ્રવાસે છે ત્યારે તેમણે જામનગર સભા સંબોધવા પહોંચતા પહેલા જામનગરના જામ સાહેબ શત્રુસલ્યસિંહજીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં તમેણે શત્રુસલ્યસિંહજી સાથે અદ્ભૂત વાર્તાલાપ કર્યો. તેમણે આ પ્રસંગ વિશે ટ્વીટર પર કહ્યું કે, તેમને મળવું હંમેશા આનંદદાયક હોય છે. તેમની હૂંફ અને શાણપણ અનુકરણીય છે.