પીએમ મોદી રામલલાના દર્શન કરશે

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા એટલે કે ૫ મેના રોજ પીએમ મોદી અયોધ્યાની મુલાકાત લેશે. અહીં તેઓ ફૈઝાબાદ લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો કરશે. પીઅમ મોદી રામ મંદિરમાં જઈને રામલલાના દર્શન કરી પૂજા કરશે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાતને યાદગાર બનાવવા માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદી અયોધ્યામાં લગભગ ૨ કિલોમીટર લાંબો રોડ શો કરશે.