સુપ્રીમ કોર્ટે ઈડીને શું કહ્યું.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી માં કથિત મની લોન્ડ્રિંગના કેસમાં હાલ તિહાર જેલમાં બંધ છે. કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટ કરેલી અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ચૂંટણીના કારણે કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરવા કહ્યું છે. આ દરમિયાન કોર્ટે એમ પણ કહ્યું કે, હજુ અમારે આ મુદ્દે વિચાર કરવાનો છે. આ કેસની આગામી સુનાવણી મંગળવારે એટલે કે સાતમી મેએ ફરી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટે EDને શું કહ્યું ?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસમાં સમય લાગી શકે છે, પરંતુ જો કેસમાં સમય વધુ સમય થવાનો હોય તો અમે ચૂંટણી ના કારણે વચગાળના જામીન પર વિચાર કરી શકીએ છીએ. કોર્ટે કહ્યું કે, હાલ અમે કેજરીવાલના જામીન મુદ્દે તમારી (ED) સુનાવણી કરી શકીએ છીએ. તમે અમને જણાવો કે, જો વચગાળાના જામીન આપવામાં આવે તો કંઈ શરતો રાખવામાં આવે. કોર્ટે કહ્યું કે, અમારે આ મુદ્દે નિર્ણય કરવાનો છે અને મંગળવારે સુનાવણી કરવાની છે.