સેન્સેક્સ અને નિફ્ટીએ આજે સુધારા સાથે સપ્તાહની શરૂઆત કરી છે. ગત શુક્રવારે બજારમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાયા બાદ આજે સેન્સેક્સ ૪૦૦ પોઈન્ટથી વધુ ઉછાળા સાથે ૭૪૩૫૯.૬૯ પર પહોંચ્યો હતો. ૧૧:૦૦ વાગ્યે ૩૦૫ પોઈન્ટ અને નિફ્ટી પણ ૨૨૫૦૪ પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. આ સાથે બીએસઈ ખાતે માર્કેટ કેપ રૂ. ૪૦૪.૭૦ લાખ કરોડ થઈ છે.
૧૮૭ શેરો વર્ષની ટોચે પહોંચ્યા
બીએસઈ ખાતે આજે ૧૧:૦૦ વાગ્યા સુધીમાં ૧૮૭ શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. ગુજરાત થેમીસ, હિન્દુસ્તાન મોટર્સ, જ્યોતિ લેબ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનએમડીસી સહિતના શેરો વર્ષની ટોચે પહોંચ્યા હતા. ઝોમેટોનો શેર ૨૦૧.૯૫ પોઈન્ટની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ તૂટી ૧૯૫.૪૫ થયો હતો. ૨૧ સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી છે. ૧૧.૧૦ વાગ્યા સુધીમાં ૨૧૬ સ્ક્રિપ્સમાં અપર સર્કિટ અને ૨૩૫ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ જોવા મળી છે.

બીએસઈ ખાતે ૩૮૩૦ પૈકી ૧૨૮૪ સ્ક્રિપ્સ સુધારા સાથે અને ૨૩૩૪ સ્ક્રિપ્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. સેન્સેક્સ પેકમાં આજે કોટક બેન્ક, ટીસીએસ, જેએસડબ્લ્યૂ સ્ટીલ, ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, સહિત ૧૦ શેરો ૧ થી ૬ % ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. પોઝિટીવ ત્રિમાસિક પરિણામોના પલે શેરમાં સ્ટોક સ્પેસિફિક તેજી જોવા મળી છે.
અપેક્ષા કરતાં નબળા અમેરિકી રોજગાર ડેટા, મજબૂત ત્રિમાસિક કોર્પોરેટ પરિણામો, આર્થિક સ્થિતિમાં સુધારો, વિદેશી બજારોના સથવારે તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી વધવાના આશાવાદ સાથે સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો છે.