અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, બોમ્બ ડિસ્પોઝલ ટીમ સ્કૂલોમાં પહોંચી, લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારની ધમકીથી પોલીસ તંત્ર દોડતુ થયું.

અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેસેજથી સુરક્ષાતંત્ર દોડતુ થયું છે. આવતીકાલે લોકસભા ચૂંટણી ૨૦૨૪ માટે ગુજરાતમાં મતદાન થાય તે પહેલા શહેરની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા તંત્રએ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હીની પણ અનેક સ્કૂલોને આ પ્રકારે ધમકી મળી હતી, જોકે તપાસમાં કઈ ભયજનક બોમ્બ કે કઈ મળી આવ્યું ન હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદવાદમાં દિલ્હીની જેવી ઘટનાનું પુનરાવર્તન જોવા મળ્યું છે. શહેરની અનેક સ્કૂલોને તેમના ઓફિશિયલ મેઈલ પર ધમકી ભર્યા મેસેજ મળ્યા છે. જેમાં સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે ગંભીરતાની મામલાની નોંધ લઈ સ્કૂલોમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ મોકલી તપાસ શરૂ કરી છે.
સ્કૂલોને જે ધમકીભર્યા ઈમેલ મળ્યા છે, તે રશિયન સર્વરમાંથી આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પોલીસે લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારના મેસેજને લઈ ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે, અને પોલીસ તંત્ર સાબદુ થઈ ગયું છે.
પોલીસ અનુસાર, સ્કૂલોમાં ધમકીભર્યા ઈમેલની માહિતી મળા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને પણ ઘટના સ્થળે બોલાવી તપાસ શરૂ કરવામાં આવી છે. હજુ સુધી કઈં વાંધાજનક મળ્યું નથી પરંતુ પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે.
ત્રણ દિવસ પહેલા દિલ્હી-એનસીઆરની ૨૦૦ જેટલી સ્કૂલોને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા મેસેજ મળ્યા હતા. પોલીસે તપાસ શરૂ કરતા અહીં પણ રશિયન વીપીએનના માધ્યમથી મેઈલ આવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. સીબીઆઈ આ મામલે રશિયા સાથે ઈન્ટરપોલના માધ્યમથી કરી ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.