પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રવાસે
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને સૌથી મોટા સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને આંધ્રપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૪૦૦નો આંકડો પાર કરવાના પોતાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.
પહેલાં ઓડિશામાં જનસભાને સંબોધિત કરશે
ભાજપે તેના X હેન્ડલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચૂંટણી કાર્યક્રમ શેર કર્યો છે. બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ૧૦:૧૫ કલાકે ઓડિશાના બેરહામપુરમાં સભા સભા સંબોદશે. બપોરે ૧૨:૪૫ કલાકે ઓડિશાના બરંગપુરમાં જનસભાને સંબોધિત કરશે.
આંધ્રપ્રદેશમાં કરશે પ્રચાર
ઓડિશામાં બે સભાને સંબોધિત કર્યાં પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશ પહોંચશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના રાજમુન્દ્રીમાં બપોરે ૦૩:૩૦ કલાકે સભા સંબોધશે. ત્યાર બાદ તે આંધ્રપ્રદેશ અનાકપલ્લે પહોંચશે. અનાકપલ્લેમાં સાંજે ૦૬:૪૫ કલાકે પ્રચાર કરશે.