ક્રૂડ ઓઈલની કિંમત $ ૮૪ પ્રતિ બેરલની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત વધઘટ થઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ $ ૮૪ અને WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ $ ૭૯ આસપાસ છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૪ રૂપિયા ૭૨ પૈસા, ડીઝલનો ભાવ ૮૭ રૂપિયા ૬૨ પૈસા, મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૦૪ રૂપિયા ૨૧ પૈસા, ડીઝલનો ભાવ ૯૨ રૂપિયા ૧૫ પૈસા, કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૧૦૩ રૂપિયા ૯૪ પૈસા, ડીઝલનો ભાવ ૯૦ રૂપિયા ૭૬ પૈસા, ચેન્નાઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા ૭૫ પૈસા અને ડીઝલ ૧૦૦ રૂપિયા ૭૫ પૈસા છે.
અઠવાડિયાના પ્રથમ દિવસે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો
આંતરરાષ્ટ્રીય બજારમાં, આ અઠવાડિયાનાં પ્રથમ દિવસે શરૂઆતના વેપારમાં, બ્રાન્ડેડ ક્રૂડ $ ૦.૨૮ અથવા ૦.૩૪ % ના વધારા સાથે પ્રતિ બેરલ $ ૮૩.૨૪ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ $ ૦.૩૧ અથવા ૦.૪૦ %ના વધારા સાથે પ્રતિ બેરલ $ ૭૮.૪૫ પર ટ્રેડ કરી રહ્યું છે.