ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શિવરાત્રિના દિવસે એટલે 11 માર્ચના રોજ બુધ ગ્રહએ રાશિ બદલી છે. આ ગ્રહ મકર રાશિથી કુંભમાં આવી ગયો છે. હવે આ ગ્રહ 31 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. તે પછી મીનમાં પ્રવેશ કરશે.
બુધને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. આ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે દર બુધવારે લીલા મગનું દાન કરવું જોઇએ. ગણેશજીની પૂજા કરો. બુધ ગ્રહના મંત્ર ઓમ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃનો 108વાર જાપ કરવો જોઇએ.
જાણો બારેય રાશિઓ ઉપર બુધની કેવી અસર થશેઃ-
મેષઃ– આ લોકો માટે બુધ લાભદાયક છે. અભ્યાસ અને બુદ્ધિના કાર્યોમાં સફળતા મળશે. પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. દરરોજ ગણેશજીનું ધ્યાન કરીને દિવસની શરૂઆત કરો.
વૃષભઃ– તમારા માટે બુધ શુભ છે. મોટા કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે. ભૂતકાળના અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. સમયે-સમયે કિન્નરોને ધનનું દાન કરો.
મિથુનઃ– બુધના કારણે સફળતા અને સન્માન મળી શકે છે. દૈનિક કાર્યોમાં વધારો થઇ શકે છે, પરંતુ ભવિષ્યમાં આ કાર્યોથી લાભ મળશે. શિવલિંગ ઉપર બીલીપાન ચઢાવો.
કર્કઃ– તમારા માટે સમય ચિંતા વધારનાર રહી શકે છે. ભય રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન ખૂબ જ વધારે રાખવું પડશે. સિઝનલ બીમારીઓ થઇ શકે છે. બેદરકારી ન કરો. શિવલિંગ ઉપર જળ અને દૂધ ચઢાવો.
સિંહઃ– લગ્નજીવન માટે સમય સારો રહેશે. કુંવારા લોકોને પ્રેમમાં સફળતા મળી શકે છે. લગ્ન યોગ્ય લોકોના લગ્નમાં આવતાં વિઘ્નો દૂર થઇ શકે છે. ગણેશજીના મંત્રનો જાપ કરો.

કન્યાઃ– બુધના કારણે લાભની સ્થિતિ બનશે. જૂની બીમારીઓ ઠીક થવા લાગશે. દુશ્મનોથી સાવધાન રહેવું. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે. લીલા મગનું દાન કરો.
તુલાઃ– બુધ સુખ-શાંતિ વધારનાર રહેશે. નોકરી અને વેપાર બુધના કારણે નફો કમાવવાનો અવસર મળી શકે છે. મિત્રોની મદદ મળશે. શિવલિંગ ઉપર જળ ચઢાવીને દિવસની શરૂઆત કરો.
વૃશ્ચિકઃ-સફળતા મળવાની શક્યતા વધશે. કામ વધશે, પરંતુ તમારા માટે ફાયદાકારક રહેશે. ગણેશજીને લાડવાનો ભોગ ધરાવવો.
ધનઃ– મિત્રો અને ભાઈ-બહેન પાસેથી મદદ મળશે, આ મદદથી કોઇ મોટું કામ પૂર્ણ થઇ શકે છે. પરફોમન્સ સારું રહેશે. કામ સમયે પૂર્ણ થઇ શકે છે. બુધવારે ગૌશાળામાં ધન અને ઘાસનું દાન કરો.

મકરઃ– બુધ સફળતા અપાવનાર દિવસ રહેશે. ધન-સંપત્તિમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કોઇ મંદિરમાં અગરબત્તી દાન કરો.
કુંભઃ– ભાગ્યનો સાથ મળવાનો છે. અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે. વિઘ્નો દૂર થવા લાગશે. કોઇ કિન્નરને લીલી બંગડી દાન કરો.
મીનઃ– ખર્ચમાં વધારો થઇ શકે છે. સમજી-વિચારીને ખર્ચ કરો. સમજ્યા વિના કામ કરશો તો હાનિ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું. શિવજીનો રૂદ્રાભિષેક દર સોમવારે કરો.