લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પૈસા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે. ૩૧ માર્ચથી ૨૯ એપ્રિલ ની વચ્ચે ૩૦ દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ ગુગલ અને મેટા (ફેસબુક) પર જાહેરાત પર ૬૦.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

લોકસભા ચૂંટણી ૨૦૨૪માં પૈસા પાણીની જેમ વાપરવામાં આવી રહ્યા છે. ૩૧ માર્ચથી ૨૯ એપ્રિલ ની વચ્ચે ૩૦ દિવસમાં ફક્ત ચાર પક્ષો (ભાજપ, કોંગ્રેસ, આપ અને ટીએમસી) એ ગુગલ અને મેટા (ફેસબુક) પર જાહેરાત પર ૬૦.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. એટલે કે રોજની બે કરોડ જાહેરાતો. ભાજપે ગુગલ અને મેટા પર દરરોજ ૯૨ લાખ રૂપિયા અને કોંગ્રેસે ૧૦૭ લાખ રૂપિયાનો પ્રચાર ગુગલ અને મેટા પર ચલાવ્યા. આ રકમમાં વિવિધ વેબસાઇટ્સ દ્વારા ગુગલ અને મેટા પર પાર્ટીઓ દ્વારા ચલાવવામાં આવતી જાહેરાતો પર કરવામાં આવતા ખર્ચનો સમાવેશ થતો નથી. જો આ રકમને ગણતરીમાં લેવામાં આવે તો આ આંકડો અબજોમાં જાય છે (કોષ્ટકમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે).
ગુગલ, મેટા પર ૩૧ માર્ચથી ૨૯ એપ્રિલ વચ્ચે કયા પક્ષે કેટલી જાહેરાતો ચલાવી
પ્લેટફોર્મ | રાજનીતિક પાર્ટી | કેટલો ખર્ચ કર્યો |
ગુગલ અને મેટા | ભાજપ | 27.7 કરોડથી વધારે |
કોંગેસ | 32 કરોડથી વધારે | |
આમ આદમી પાર્ટી | 10 લાખથી વધારે | |
એઆઈટીસી | 70 લાખથી વધારે |
આ ડેટાનો સ્ત્રોત ગુગલ એડ ટ્રાન્સપરન્સી સેન્ટર અને મેટા એડ લાઇબ્રેરી છે. તેને ધ હિન્દુ અખબારમાં સીએસડીએસના પ્રોફેસર સંજયકુમાર અને અન્ય બે લેખકો દ્વારા ભારતીય ચૂંટણી પ્રણાલીમાં ખર્ચની અસમાનતા અંગે એક લેખ લખવામાં આવ્યો છે.
૨૦૧૯માં કોંગ્રેસ, ભાજપનો ચૂંટણી ખર્ચ ૨૦ અબજ હતો
ચૂંટણીમાં જંગી ખર્ચનો મુદ્દો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં માત્ર ભાજપ અને કોંગ્રેસનો કુલ ખર્ચ ૨૦ અબજ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. પબ્લિક રિપ્રેઝન્ટેશન એક્ટ, ૧૯૫૧ હેઠળ ઉમેદવારના ખાનગી ખર્ચની મર્યાદા છે, પરંતુ પક્ષો પર કે ત્રાહિત પક્ષો દ્વારા સીધો ખર્ચ કરવા પર આવો કોઈ પ્રતિબંધ નથી.
૨૯ જાન્યુઆરીથી ૨૭ એપ્રિલ ની વચ્ચે, કયા પબ્લિસર દ્વારા કઇ પાર્ટીમાં ગુગલ, મેટા પર કેટલી જાહેરાતો ચલાવી
રાજનીતિક દળ | પ્લેટફોર્મ | પબ્લિશર | કેટલો ખર્ચ કર્યો |
ભાજપ | મેટા | ઉલ્ટા ચશ્મા | 108 લાખ |
ભાજપ | મેટા | નમો નયાકન- નરેન્દ્ર મોદી ફેન્સ | 4697 લાખ |
ભાજપ | ગુગલ | એડ સેન્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ | 0.89 લાખ |
ભાજપ | ગુગલ | ઓ 3 એમ ડાયરેક્શનલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ | 6.9 લાખ |
કોંગ્રેસ | મેટા | કોંગ્રેસ હૈ ના | 0.3 લાખ |
કોંગ્રેસ | મેટા | કોંગ્રેસ સરકાર ભરોસા સરકાર | 0.13 લાખ |
કોંગ્રેસ | ગુગલ | ડિઝાઇન બોક્સ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ | 129 લાખ |
તૃણમુલ કોંગ્રેસ | મેટા | તૃણમુલ નબો જોવાર | 37 લાખ |
તૃણમુલ કોંગ્રેસ | ગુગલ | આઈપેક | 716 લાખ |
સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ (સીએમએસ)ના ચેરમેન એન.ભાસ્કર રાવનું અનુમાન છે કે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૬૦,૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. જોકે ૨૦૨૪ની ચૂંટણીનો ખર્ચ ૧.૩૫ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જે બમણાથી વધુ હશે.
દર વર્ષે ચૂંટણી કેવી રીતે મોંઘી થઇ રહી છે
વિશ્વમાં લગભગ ૬૫ દેશો એવા છે કે જેમણે ચૂંટણીમાં પક્ષો દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા નક્કી કરી છે. ભારતમાં આવું નથી. ૧૯૫૨માં પહેલી ચૂંટણીમાં ૧૦.૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા, જે ૨૦૧૪માં ૩૮૭૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયા હતા. આ આંકડો સરકારી છે.

ચૂંટણી યોજવાનો ખર્ચ વધી રહ્યો છે
રાવનું કહેવું છે કે અગાઉ તેમણે ૨૦૧૪ની ચૂંટણીમાં ૧.૨૦ લાખ કરોડનો ખર્ચ થવાનો અંદાજ મુક્યો હતો, પરંતુ ઇલેક્ટોરલ બોન્ડના ડેટા જાહેર થયા બાદ તેમણે પોતાના અંદાજમાં સુધારો કર્યો હતો. તેમણે એવી પણ માહિતી આપી હતી કે ૨.૨૫ લાખ કરોડમાં ચૂંટણી સાથે જોડાયેલા બધા ખર્ચ સામેલ છે અને તેમાં ચૂંટણીની જાહેરાતના ૩-૪ મહિના પહેલા થયેલા ખર્ચનું આકલન પણ કર્યું છે. આ ગણતરી મુજબ દરેક મતદાર દીઠ ખર્ચ ૧૪૦૦ રૂપિયા આવે છે. ‘ધ ઇકોનોમિસ્ટ’ નું કહેવું છે કે દુનિયાના કોઈ પણ દેશમાં ચૂંટણીમાં આટલા પૈસા ખર્ચાતા નથી.
સીએમએસના જણાવ્યા અનુસાર ૨૦૧૯માં કુલ ખર્ચના લગભગ ૪૫ % એકલા ભાજપ દ્વારા કરવામાં આવ્યા હતા. રાવનો અંદાજ છે કે આ વખતે કુલ ખર્ચમાં ભાજપનો હિસ્સો વધુ વધશે.