લોકસભા ચૂંટણી – ૨૦૨૪ ત્રીજા તબક્કાના મતદાનની ટકાવારી.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૩ બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ત્રીજા તબક્કામાં ૧૧ રાજ્યોમાં ૦૫:૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન
સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૦ % મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ ૭૩ અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું ૬૨ % વોટિંગ થયું છે.
બેઠક | ૦૫:૦૦ વાગ્યા સુધીની ટકાવારી |
આસાામ | ૭૪.૮૬ % |
બિહાર | ૫૬.૦૧ % |
છત્તીસગઢ | ૬૬.૮૭ % |
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ | ૬૫.૨૩ % |
ગોવા | ૭૨.૫૨ % |
ગુજરાત | ૫૫.૨૨ % |
કર્ણાટક | ૬૬.૦૫ % |
મધ્યપ્રદેશ | ૬૨.૨૮ % |
મહારાષ્ટ્ર | ૫૩.૪૦ % |
ઉત્તર પ્રદેશ | ૫૫.૧૩ % |
પશ્ચિમ બંગાળ | ૭૩.૯૩ % |
આજે સાંજે પ્રથમ ત્રણ તબક્કામાં ૨૮૦ બેઠકો પર મતદાન પૂર્ણ થશે
આજે ગુજરાતની ૨૫ બેઠકો, મહારાષ્ટ્રની ૧૧, ઉત્તર પ્રદેશની ૧૦, કર્ણાટકની ૨૮ માંથી બાકી રહેલી ૧૪, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની ૯ બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સાંજ સુધીમાં ત્રણેય તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ દેશની કુલ ૨૮૦ બેઠકો પર મતદાન સંપન્ન થશે. ત્યારબાદ બાકીના ચાર તબક્કામાં ૨૬૩ બેઠકો પર મતદાન થશે.
મુખ્ય બેઠક આ દિગ્ગજ નેતાઓ મેદાનમાં
ત્રીજા તબક્કામાં મુખ્ય મતદાર વિસ્તારોમાં ગુજરાતની ગાંધીનગર બેઠક અને મહારાષ્ટ્રની બારામતી બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સોનલ રમણભાઈ પટેલ ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે અને બારામતીથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમના પિતરાઈ ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કાની અન્ય હોટ બેઠકોમાં મધ્યપ્રદેશની વિદિશા અને ગુનાનો સમાવેશ છે. ભાજપે વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભાનુ પ્રતાપ શર્મા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસે રાવ યાદવેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. કર્ણાટકમાં ધારવાડમાં ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશી અને કોંગ્રેસના વિનોદ અસુતી, હાવેરીમાં ભાજપના બસવરાજ બોમ્માઈ વિરુદ્ધ કોંગ્રેસના આનંદ સ્વામી ગદ્દાદેવરામથ અને આસામમાં ધુબરી એનડીએના બદરુદ્દીન અજમલ વિરુદ્ધ ભારતના રકીબુલ હસન ચૂંટણી મેદાનમાં છે.