વધારે ગરમી અને સૂર્ય પ્રકાશ હવામાં ઓઝોન અને અન્ય વાયુ પ્રદૂષકોની માત્રામાં વધારો કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને અસ્થમાના લક્ષણો જોવા મળે છે.

વિશ્વ અસ્થમા દિવસ દર વર્ષે મે મહિનાના પ્રથમ મંગળવારે મનાવવામાં આવે છે. ઉનાળાની સીઝનમાં ગરમીના લીધે કેટલાક લોકોમાં અસ્થમાના લક્ષણો જોવા મળે છે અને તે વધી પણ શકે છે. હેલ્થ એક્સપર્ટ કન્સલ્ટન્ટ ચેસ્ટ ફિઝિશિયન ડૉ. સંગીતા ચેકરે જણાવ્યું હતું કે ગરમીના લીધે અસ્થમા ના લક્ષણો વધી શકે છે, ખાસ કરીને જો હાઈડ્રેટેડ ન હોવ આ સમસ્યા વધી શકે છે.

ગરમીમાં અસ્થમાના લક્ષણો વધવાનું કારણ શું?
વધારે ગરમી અને સૂર્ય પ્રકાશ હવામાં ઓઝોન અને અન્ય વાયુ પ્રદૂષકોની માત્રામાં વધારો કરે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને લક્ષણો ઉદભવે છે. આ ઉપરાંત, ભેજવાળું, ગરમ તાપમાન તમારી શ્વસન સમસ્યાઓમાં વધારો કરી શકે છે. કેટ્ટો ઈન્ડિયાના સીઈઓ વરુણ શેઠે ઉમેર્યું હતું કે હીટવેવ દરમિયાન ગરમ અને ચીકણું હવામાન”વાયુમાર્ગને વધુ સાંકડા કરી શકે છે જેથી શ્વાસ લેવાનું વધુ મુશ્કેલ બને છે.”
અસ્થમા થવાના કારણો
અસ્થમાને બાહ્ય અને આંતરિક રીતે વિભાજિત કરવામાં આવે છે, એક્સપર્ટે કહ્યું કે, જ્યારે બાહ્ય અસ્થમા “વધુ હવા અને પર્યાવરણ પ્રદૂષકોના સંપર્કમાં આવવું, આંતરિક અસ્થમાનો અર્થ ”ઘરમાંજ રહેવાથી પ્રદૂષણ, અથવા અન્ય રીતે અસ્થમાના લક્ષણો સામે આવવા.”
અન્ય કારણો વારસાગત અને પર્યાવરણીય હોઈ શકે છે, કૌટુંબિક ઇતિહાસ, આનુવંશિકતા, લાઇફસ્ટાઇલ સંબંધિત કારણો જેવા કે સ્થૂળતા, પહેલેથી જ મેડિકલ સમસ્યા હોય અથવા વધુ બહારના પ્રદૂષણનો સંપર્ક થવાથી અસ્થમા થવાના ચાન્સીસ વધે છે.
અસ્થમાના લક્ષણો
પ્રાથમિક લક્ષણોમાં લાંબી ઉધરસ આવે છે જે સીરપ અથવા એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ લેવા છતાં ઓછી થતી નથી. તે સિવાય, ગ્રેડ 1 શ્વાસની તકલીફ જેમ કે સીડી ચડતી વખતે હાફ ચઢવી, છાતી ફુલવી, રાત્રે ઉધરસ આવવી, વીકનેસ રહેવી, બેચેની વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
અસ્થમાના દર્દીઓની સારવાર
બ્રોન્કોડિલેટર એ દવાઓ છે જે વાયુમાર્ગની આસપાસના સ્નાયુઓને આરામ આપે છે, સ્નાયુઓ વાયુમાર્ગોને મુક્તપણે ફરવા દે છે. તેઓ વાયુમાર્ગમાં લાળની હિલચાલમાં મદદ કરે છે. આ દવાઓ લક્ષણોના હળવા કરે છે અને તેનો ઉપયોગ ક્રોનિક અસ્થમાની સારવાર માટે પણ થાય છે.
બળતરા વિરોધી દવાઓ વાયુમાર્ગમાં સોજો અને મ્યુક્સનું પ્રોડકશન ઘટાડે છે. તમારા ફેફસાંમાં અને બહાર હવા પસાર કરવા દે છે. હેલ્થકેર પ્રેક્ટિશનર અસ્થમાના લક્ષણોની સારવાર અથવા નિવારણ માટે તમને દૈનિક ધોરણે દવા લખી શકે છે.
અસ્થમા જૈવિક ઉપચારો: આનો ઉપયોગ ગંભીર અસ્થમા માટે થાય છે, જ્યારે પર્યાપ્ત ઇન્હેલર સારવાર છતાં લક્ષણો ઓછા થતા નથી. અસ્થમાની દવાઓ વિવિધ રીતે લઈ શકાય છે. દવાઓ શ્વાસમાં લેવા માટે તમે મીટર-ડોઝ ઇન્હેલર, નેબ્યુલાઇઝર અથવા અસ્થમા ઇન્હેલરનો ઉપયોગ કરી શકો છો. તમારા ડૉક્ટર તમને લેવા માટે ઓરલ મેડિકેશન પણ લખી શકે છે.
નિવારણ
સુરક્ષિત રહેવા માટે, અતિશય ગરમી અને ભેજના સંપર્કમાં આવવાથી બચવું. હાઇડ્રેટેડ રહેવું અને દરેક સમયે ઇન્હેલરને સાથે રાખવું. તમારા ડોક્ટર સાથે નિયમિતપણે સમ્પર્કમાં રહો, જે અસ્થમા ધરાવતી વ્યક્તિઓ ઉનાળાના ગરમ મહિનાઓમાં અસ્થમાના હુમલાનો અનુભવ કરવાનું જોખમ ઘટાડી શકે છે.
ધૂળ જેવા પોલ્યુશનના પાર્ટિકલ્સ કે જેનાથી તમારા શ્વાસ લેવામાં તકલીફ થાય છે તેની તપાસ કરવી જોઈએ. એલર્જીને ધ્યાનમાં લો અને સમય પહેલા સ્વાસ્થ્ય સંબંધિત પ્લાન બનાવો. ઘરની હવા શુદ્ધ રાખવા માટે નિયમિત ધોરણે તમારા એર ફિલ્ટરને સાફ કરવાની અથવા બદલવાની ખાતરી કરો, કારણ કે તે શ્વાસની સમસ્યાઓનું કારણ બની શકે છે અને અસ્થમાના લક્ષણો વધારી શકે છે. એર ફિલ્ટર્સ સાફ કરવા ઉપરાંત, ઘરમાં પ્રદુષણ અને ધૂળના ઘટાડવા માટે વધુ પગલાં લો. ધૂળમાં શ્વાસ કોઈ સફાઈ કરતી વખતે માસ્ક પહેરો.