રોજ એક મુઠ્ઠી પિસ્તાનું સેવન વાળ ખરવાની અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં અસરકારક છે?

પિસ્તાનું સેવન શરીરને જરૂરી પોષક તત્ત્વો પુરા પાડે છે, જેમ કે ઝીંક, વિટામિન ઇ, એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સ વગેરે.

Pistachio : રોજ એક મુઠ્ઠી પિસ્તાનું સેવન વાળ ખરવાની અને ડાયાબિટીસ જેવી સમસ્યામાં અસરકારક છે? એક્સપર્ટએ કહ્યું..

ડ્રાય ફ્રૂટ્સમાં પિસ્તાઅસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા ધરાવે છે. પિસ્તા સ્વાસ્થ્યનો ખજાનો કહી શકાય!  ”દિવસમાં એક વખત એક મુઠ્ઠી પિસ્તાનું સેવન હેર ગ્રોથમાં મદદગાર સાબિત થઇ શકે છે, સેક્સ ડ્રાઈવમાં સુધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. ” પરંતુ શું તે ખરેખર ઉપર જણાવેલ ફાયદા પ્રદાન કરે છે ? 

Pistachios

ડાયટિશિયન ઇન્શારા મહેદાવીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે પિસ્તા ખાવાથી સ્કિનને સ્વાસ્થ્ય ફાયદા થાય છે. તે શરીરને જરૂરી પોષક તત્ત્વો જેમ કે ઝીંક, વિટામિન ઇ, એન્ટીઓક્સીડેન્ટ્સ, પ્રોટીન, ફાઈબર, હેલ્ધી ફેટ્સ પૂરો પાડે છે. આ સાથે ફિટનેસ એક્સપર્ટ તરુણદીપ સિંહ રેઠીએ જણાવ્યું કે પિસ્તા પ્રોટીનનો સારો સ્ત્રોત છે, તેમાં લગભગ ૪૦ % પ્રોટીન હોય છે. આ સિવાય પિસ્તામાં રહેલું વિટામિન E વાળ અને સ્કિનને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

શું પિસ્તાનું સેવન સેક્સ્યુઅલ હેલ્થ માટે સારું?

મહેદાવીએ શેર કર્યું કે પિસ્તામાં શક્તિશાળી કામોત્તેજક ગુણધર્મો છે જે પુરુષ પ્રજનનક્ષમતા અને જાતીય સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે. વિવિધ અભ્યાસોમાં સાબિત થયું છે કે દરરોજ મુઠ્ઠીભર પિસ્તા ખાવાથી સેક્સ ડ્રાઇવ અને કામવાસનામાં સુધારો થાય છે. વધુમાં, તેમાં ફાયટોસ્ટ્રોજેન્સ પણ હોય છે જે એસ્ટ્રોજન લેવલ અને સેક્સ ડ્રાઇવને વધારવા માટે જાણીતા છે. પિસ્તાના કેટલાક ગુણ યૌન શક્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. પરંતુ એ નોંધવું પણ અગત્યનું છે કે સેક્સ ડ્રાઈવ પર પિસ્તાની અસર વ્યક્તિએ વ્યક્તિએ બદલાઈ શકે છે.પિસ્તામાં રહેલું પ્રોટીન, એલ-આર્જિનિન સાથે, તમારી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને તમારા સેક્સ્યુઅલ ઓર્ગનમાં લોહીનો પ્રવાહ વધારે છે.

ડાયાબિટીસ, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલમાં પિસ્તાનું સેવન

ડાયાબિટીસ વિશે વાત કરીએ તો, WHO અનુસાર, ૪૨૨ મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે દર વર્ષે લગભગ ૧.૫ મિલિયન લોકો ડાયાબિટીસના કારણે મૃત્યુ પામે છે. જો તમે તમારા રોજિંદા જીવનમાં તમારા શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ પિસ્તા ખાઓ છો, તો તમે આ ડાયાબિટીસ, હાઈ બીપી અને કોલેસ્ટ્રોલ જેવી સમસ્યામાંથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકો છો.

જ્યારે અન્ય ડ્રાય ફ્રૂટ્સ કાર્બોહાઇડ્રેટ્સથી સમૃદ્ધ છે, પિસ્તાનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું છે. મતલબ કે પિસ્તા બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પિસ્તા ખાવાથી બ્લડ સુગર લેવલ સ્વસ્થ રહે છે. અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૫૬ ગ્રામ પિસ્તાથી બ્લડ સુગર ૨૦ થી ૩૦ % ઘટે છે. પિસ્તામાં હાજર ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ, હેલ્ધી ફેટ્સ, ફેનોલિક કમ્પાઉન્ડ્સ, કેરોટીનોઈડ્સ જેવા પરિબળો બ્લડ સુગરને સંપૂર્ણ નિયંત્રણમાં લાવે છે.

પિસ્તાના નિયમિત સેવનથી હૃદયરોગનું જોખમ ઓછું થાય છે. પિસ્તામાં હાજર હાઈ એન્ટીઑકિસડન્ટો બ્લડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે. તે હૃદય રોગનું જોખમ ઘટાડે છે. પિસ્તા પર કરવામાં આવેલા તમામ અભ્યાસો દર્શાવે છે કે તે LDL અથવા ખરાબ કોલેસ્ટ્રોલને ૬૭ % સુધી ઘટાડી શકે છે.

શું પિસ્તા સમસ્યાનું સમાધાન બની શકે ?

જો કે ફાયદા નકારવામાં આવતા નથી, પરંતુ પિસ્તા ખાતી વખતે સાવધાની રાખવી જોઈએ. માત્ર વાતો પર વિશ્વાસ ન કરો. જે એક માટે કામ કરે છે તે બીજા માટે કામ કરે તે જરૂરી નથી. જો તમને શ્રેષ્ઠ પરિણામો જોઈએ છે, તો હેલ્થ એક્સપર્ટની સલાહ લેવાની ખાતરી કરો. કોઈપણ ઉપાય વધુ પડતો ન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *