જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં ઈસ્યુ કરેલા જામીનપાત્ર વોરંટને કંગનાએ સેશન કોર્ટમાં પડકાર્યો છે. રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે, કંગનાની આ અરજી ડિંડોશી કોર્ટમાં કરી છે, જેના પર 15 માર્ચે સુનાવણી થશે. હકીકતમાં 1 માર્ચે મુંબઈની અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાની વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યું હતું. કોર્ટે વોરંટ એટલા માટે ઈસ્યુ કર્યું હતું કારણે કે કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થતી નહોતી.
22 માર્ચ સુધી પોલીસની સમક્ષ હાજર થવાનું છે
અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે કંગનાને પોલીસની સામે હાજર થવા માટે 22 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કંગના પોલીસ સ્ટેશન નથી જતી તો વોરંટ આપોઆપ કેન્સલ થઈ જશે. આ કેસની આગામી સુનાવણી 26 માર્ચે થશે.