ભાજપ સાંસદ સાક્ષી મહારાજ: ૪ પત્ની, ૪૦ બાળકો ભારતમાં નહીં ચાલે

ભાજપ સાંસદ સાક્ષી મહારાજ’ના વિવાદિત નિવેદન પર હોબાળો.

‘4 પત્ની, 40 બાળકો ભારતમાં નહીં ચાલે...’ ભાજપ સાંસદ સાક્ષી મહારાજ'ના વિવાદિત નિવેદન પર હોબાળો

ભાજપ સાંસદ સાક્ષી મહારાજે લોકસભા ચૂંટણી ટાણે વિવાદાસ્પદ નિવેદન કરતા ભારે હોબાળો થયો છે. ઉત્તર પ્રદેશના ઉન્નાવના સાંસદે કહ્યું કે, ‘ભારતમાં મુસ્લિમોની વસતી વધતા લોકશાહી રાષ્ટ્ર માટે સંકટ ઉભું થઈ શકે છે. ચાર પત્ની, ૪૦ બાળકો ભારતમાં નહીં ચાલે..’

ભારતમાં મુસ્લિમોની વસ્તી વધારો લોકશાહી માટે ખતરો

‘ભારતમાં મુસ્લિમોની વસ્તી વધવાથી લોકશાહી રાષ્ટ્ર માટે સંકટ ઉભું થઈ શકે છે. વસ્તીવધારા મુદ્દે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ઈતિહાસ તરફ જોઈએ તો દેશના વિભાજન વખતે પાકિસ્તાન માં હિન્દુઓની વસ્તી ૨૩.૫ % હતી, જે વર્તમાન સમયમાં ઘટીને ૨.૫ % છે, ત્યારે ૨૧ % હિન્દુઓ ક્યાં ગયા?’

નિયંત્રણ અંગે સમાન કાયદો બનાવવો જોઈએ, પછી તેમાં ભલે ‘હમ દો હમારે દો અથવા હમ દો હમારે એક’ હોય. ચાર પત્ની, ૪૦ બાળકો ભારતમાં નહીં ચાલે. હું સરકારને વિનંતી કરી છું કે, તેઓ જનસંખ્યા નિયંત્રણ માટે કાયદો બનાવે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *