મહારાષ્ટ્રમાં પીએમ મોદીએ સભા ગજવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું.

VIDEO: 'મને જીવતો દાટવાની વાતો કરે છે નકલી શિવસેનાવાળા..' મહારાષ્ટ્રમાં PM  મોદીએ સભા ગજવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના નંદુરબાગમાં આજે વિશાળ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કોંગ્રેસની સાથે સાથે શિવસેના યુબીટી પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, નકલી શિવસેનાના લોકો મને જીવતો દાટવા માંગે છે.

વડાપ્રધાને કહ્યું કે, ‘આ લોકો કહે છે કે, મોદી તારી કબર ખોદાશે. તેઓ તૃષ્ટિકરણ માટે આવી ભાષા બોલી રહ્યા છે. તેઓ મોદીને જમીનમાં દાટવાના સપના જોઈ રહ્યા છે. તેમની રાજકીય જમીન ખસી ગઈ છે. તેઓ જાણતા નથી કે, દેશની માતાઓ અને બહેનો મોદીની સુરક્ષા કરશે.’

‘મહાવિકાસ અઘાડી (MVA) અનામતનું મહાભક્ષણ કરવા મહાઅભિયાન ચલાવી રહ્યા છે. જ્યારે મોદી SC-ST-OBCના અનામતને બચાવવા, મહારક્ષણ કરવા મહાયક્ષ કરાવી રહ્યો છે. હું કોંગ્રેસના શાહી પરિવારની જેમ મોટા પરિવારમાંથી આવ્યો નથી. હું તો ગરીબીમાં મોટો થયો છું. હું જાણું છું કે, તમે અહીં કેટલી તકલીફો વેઠી છે, તમારા જીવનમાં પણ મુશ્કેલીનો પહાડ હતો, ઘણા આદિવાસીઓ પાસે પાકુ મકાન ન હતું, આઝાદીના ૬૦ વર્ષ વિતવા છતાં ગામડાઓમાં વીજળી પહોંચી નહતી.’

‘મોદીએ સંકલ્પ કર્યો હતો કે, તમામ ગરીબો-આદિવાસીઓને ઘર, તમામ આદિવાસીઓના ઘરમાં પાણી, તમામ પરિવારને પાણીની સુવિધા, તમામ ગામડાોમાં વીજળીની સુવિધા પુરી પડાશે. અમે પીએમ આવાસ યોજના હેઠળ નંદુરબાગના લગભગ ૧.૨૫ લાખ ગરીબોને પાક્કા મકાનો આપ્યા. અમે છેલ્લા ૧૦ વર્ષમાં ચાર કરોડ પાક્કા મકાનો આપ્યા છે અને અમે ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ ઘર આપીશું.’

વડાપ્રધાન મોદીએ કેન્દ્રની ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકારની યોજનાઓનો ફાયદાઓ ગણાવતા કહ્યું કે, ‘NDA સરકારે ‘હર ઘર જળ’ યોજના હેઠળ મહારાષ્ટ્રના ૨૦,૦૦૦થી વધુ ગામડાઓમાં નળથી જળ પહોંચાડ્યું છે. આમાં નંદુરબારના ૧૧૧ ગામડાઓ પણ સામેલ છે. હજુ તો આ ટ્રેલર છે, હજુ તો મોદીએ ઘણું બધુ કરવાનું છે અને તમારા માટે કરવાનું છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *