ગુજરાત બોર્ડ ધોરણ ૧૦ પરિણામ :આ વર્ષે ધોરણ ૧૦ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કમાલ કરી હતી. દર વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નામાંકિત શહેરોને પાછળ પાડી દીધા છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ ૨૦૨૪ માર્ચમાં લીધેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦નું ૮૨.૫૬ % પરિણામ જાહેર કર્યું છે. વર્ષ ૨૦૨૪માં ધોરણ ૧૦ના પરિણામમાં ગાંધીનગર જિલ્લો ૮૭.૨૨ % પરિણામ સાથે ટોપ પર રહ્યો છે જ્યારે પોરબંદર જિલ્લો ૭૪.૫૭ % પરિણામ સાથે સૌથી છેલ્લો છે. આ વર્ષે ધોરણ ૧૦ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કમાલ કરી હતી. દર વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નામાંકિત શહેરોને પાછળ પાડી દીધા છે.
આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કરી કમાલ
સામાન્ય રીતે મોટાભાગના વર્ષોમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું પરિણામ અન્ય નામાંકિત શહેરો કરતા ઓછું આવતું હોય છે. જોકે, આ વર્ષ ૨૦૨૪નું ધોરણ ૧૦ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ કમાક કરી દીધી છે. ગુજરાતમાં છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, નર્મદા, તાપી, પંચમહાલ, મહિસાગરમાં મોટાભાગે આદિવાસી વસ્તી વધારે રહે છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર અન્ય જિલ્લાઓ કરતા ઓછું રહેતું હોય છે. જોકે, આ વર્ષે આ જિલ્લાઓએ 81 ટકા કરતા પણ વધારે પરિણામ લાવી બતાવ્યું છે.
આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું ધોરણ ૧૦નું પરિણામ
જિલ્લાનું નામ | પરિણામ – 2024 | પરિણામ – 2023 |
નર્મદા | 86.54% | 55.49% |
ડાંગ (આહવા) | 85.85% | 66.92% |
છોટા ઉદેપુર | 84.57% | 61.44% |
દાહોદ | 81.67% | 40.75% |
તાપી | 81.35% | 58.09% |
પંચમહાલ | 81.75% | 56.64% |
મહિસાગર (લુણાવાડા) | 81.25% | 56.45% |
ગત વર્ષે તળિયે બેઠેલો દાહોદે અમદાવાદને પાડ્યું પાછળ
ગત વર્ષ ૨૦૨૩ના પરિણામમાં દાહોદ જિલ્લો ૪૦.૭૫ % જિલ્લા સાથે પાછળ રહ્યો હતો. જોકે, આ વર્ષે દાહોદ જિલ્લાએ કમાલ કરી છે. આ વર્ષે દાહોદ જિલ્લાનું ૮૧.67 % પરિણામ આવ્યું છે. જે મેગાસિટી અમદાવાદ કરતા પણ વધારે છે. એક રીતે કહી શકાય કે આદિવાસી જિલ્લા દાહોદે ધોરણ ૧૦ પરિણામમાં અમદાવાદ શહેરને પણ પાછળ પાડી દીધું છે.
૮૫ % કરતા વધારે પરિણામ ધરાવતા જિલ્લાઓ
જિલ્લાનું નામ | ધોરણ 10નું પરિણામ (2024) |
ગાંધીનગર | 87.22% |
બનાસકાંઠા | 86.23% |
મહેસાણા | 86.03% |
બોટાદ | 85.88% |
ડાંગ (આહવા) | 85.85% |
સુરત | 86.75% |
અરવલી (મોડાસા) | 85.72% |
મોરબી | 85.60% |
રાજકોટ | 85.23% |