ગુજરાતમાં ત્રણ વર્ષમાં ઇશ્યૂ થયેલી દારૂની 31499 પરમિટમાંથી ત્રીજા ભાગની અમદાવાદ જિલ્લામાં

રાજ્ય સરકારે દારૂબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો છે અનેે હજુ પણ દારૂબંધીનો કડક અમલ યથાવત રહેશે તેવી જાહેરાત વિધાનસભામાં પણ કરી છે ત્યારે સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં 31,499 લોકોને દારૂ પીવાની સત્તાવાર પરમિટ આપી હોવાના આંકડા ખુદ સરકારે વિધાનસભામાં રજૂ કર્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારના પ્રશ્નના જવાબમાં સરકારે આપેલી માહિતી મુજબ પરમિટ ચાર્જ પેટે સરકારને ત્રણ વર્ષમાં 19.10 કરોડની આવક થઈ છે. સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 9226 પરમિટ અપાઇ છે. અમદાવાદ શહેરમાં 2024 પરમિટ અપાઇ છે. પોરબંદરમાં 1529 પરમિટ ઇશ્યુ કરાઇ છે.

નવી પરમિટ અને રિન્યુઅલ બદલ સરકારને ત્રણ વર્ષમાં 19.10 કરોડની આવક થઇ

જિલ્લો ઇશ્યુ થયેલી પરમિટ આવક
અમદાવાદ 9226 6,34,19,850
ગાંધીનગર 957 71,64,500
સુરત 5743 2,59,86000
તાપી 27 1,78,600
ભરૂચ 925 77,83,500
વડોદરા 3049 2,23,70,500
ભાવનગર 739 18,03,000
નવસારી 113 6,52,600
રાજકોટ 2836 1,69,55,100
વલસાડ 169 4,95,000
ડાંગ 2 9,000
નડિયાદ 295 21,46,100
આણંદ 912 64,71,350
નર્મદા 39 1,65,00
ગોધરા 124 7,39,000
સાબરકાંઠા 83 4,55,000
બનાસકાંઠા 267 16,91,350
પાટણ 109 8,58,400
મહેસાણા 359 16,44,000
દાહોદ 60 3,97,050
કચ્છ 1399 77,77,400
જામનગર 960 51,63,350
જૂનાગઢ 313 18,40,000
અમરેલી 85 5,41,000
પોરબંદર 1529 79,46,000
સુરેન્દ્રનગર 384 24,61,050
અરવલ્લી 29 1,89,000
મોરબી 233 13,72,650
દે.દ્વારકા 244 9,06,800
ગીર સોમનાથ 133 4,52,000
બોટાદ 62 3,49,000
મહિસાગર 18 1,34,100
છોટાઉદેપુર 76 5,09,500
કુલ 31499 19,10,26,750

દારૂ પીવાની પરમિટનું નવું નામ સ્વાસ્થ્ય પરમિટ

રાજ્ય સરકાર ગુજરાતના રહેવાસી હોય તેને માત્ર આરોગ્યના કારણોસર મેડિકલ બોર્ડની ભલામણ બાદ લિકર પરમિટ આપે છે. દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ સરકારે લિકર પરમિટનું નામ બદલીને સ્વાસ્થ્ય પરમિટ કર્યું છે. પરમિટ પર નિયંત્રણને બદલે તેમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો હોવાનું ખુદ સરકારે રજૂ કરેલા આંકડા પરથી જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *