ઉનાળામાં કાર બહાર પાર્ક કરવામાં આવે તો તે ખૂબ જ ગરમ થવા લાગે છે.
સામાન્ય રીતે લોકો કારમાં બેસતાની સાથે જ એર કંડિશનર ચાલુ કરી દે છે. AC તેની મહત્તમ મર્યાદામાં ચાલુ કરી છે દે જેના લીધે ઝડપથી કાર ઠંડી થઇ જાય. પરંતુ આવું કરવાથી નુકશાન થઇ શકે છે.
ઉનાળામાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આ આકરા તાપમાં મુસાફરી વાહનમાં કરવી એટલે પરેશાની સમાન છે.પરંતુ દરેક કાર માલિકને એક સમસ્યાનો સામનો કરવો પડે છે. એટલે કે ઉનાળામાં કાર બહાર પાર્ક કરવામાં આવે તો તે ખૂબ જ ગરમ થવા લાગે છે. કારની અંદર બેસવાથી હાલત ખરાબ થઈ જાય છે. આજે અમે આ સમસ્યાનો ઉકેલ જણાવી રહ્યા છીએ. અમે તમને એક એવી ટ્રિક જણાવીશું જેના દ્વારા તમારી કાર ૨ મિનિટમાં જ ઠંડી થઈ જશે.
તડકામાં પાર્ક કરેલા કોઈપણ વાહનને અંદરથી સંપૂર્ણપણે ઠંડુ થવામાં ઓછામાં ઓછા ૧૦-૧૫ મિનિટનો સમય લાગે છે. જો કાર જૂની છે તો આ સમય વધુ લાગી શકે છે. પરંતુ ઝડપી ઠંડક શક્ય નથી. જો તમે તમારી કારને ઝડપથી ઠંડુ કરવા માંગો છો તો નીચે આપેલ ટ્રિક અજમાવી જુઓ. તમારી કાર થોડી જ વારમાં સંપૂર્ણપણે ઠંડી થઈ જશે.
લોકો આ બાબતને નજરઅંદાજ કરે છે
સામાન્ય રીતે લોકો કારમાં બેસતાની સાથે જ એર કંડિશનર ચાલુ કરી દે છે. AC તેની મહત્તમ મર્યાદામાં ચાલુ છે, જેથી કાર શક્ય તેટલી ઝડપથી ઠંડુ થાય. પરંતુ એક મહત્વની વાત સમજવાની જરૂર છે કે ૪૦ ડિગ્રી સેલ્સિયસ ગરમીમાં પાર્ક કરેલી કારની અંદરનું તાપમાન ચોક્કસપણે ૫૦ ડિગ્રી હશે કારણ કે કારની બારીઓ બંધ રહે છે. તેથી આવી સ્થિતિમાં સૌ પ્રથમ વાહનની અંદરના તાપમાનને ઘટાડવાના પ્રયાસો કરવા જોઈએ અને પછી વાહનને ઠંડુ કરવાનું શરૂ કરવું જોઈએ. તમે નીચે આપેલા સ્ટેપમાં તમારી કારને ઠંડી કરી શકો છો.
કારને કરો ઝડપથી ઠંડી
– કારમાં બેસતાની સાથે જ તમારે ચારેય પાવર વિન્ડો નીચી કરવી જોઈએ.
– સૌ પ્રથમ પંખો ચાલુ કરો અને તેને સંપૂર્ણ ગતિએ ચલાવો. ધ્યાનમાં રાખો, પંખો એકલા જ ચલાવવાનો છે.
– એર સર્ક્યુલેશન બટન બંધ કરો. હવાનું પરિભ્રમણ બંધ કરવું પડશે.
– કારના અદરના તાપમાનને બદલવા હવા પ્રવાહ બદલો. સામાન્ય રીતે આ પ્રવાહ ચહેરા તરફ થાય છે. તેને ચહેરા અને પગ તરફ બદલવું પડશે. આમ કરવાથી કારની અંદરનું તાપમાન બહારના તાપમાન જેટલું થવા લાગશે.
– પંખાને બે મિનિટ ચાલવા દો અને પછી પાવર વિન્ડો બંધ કરો.
– પાવર વિન્ડો બંધ કર્યા પછી, એર કન્ડીશનર ચાલુ કરો.
આ પગલાંઓ લાગુ કર્યા પછી તમે જોશો કે એસી ચાલવાનું શરૂ કર્યા પછી કાર ૨ મિનિટથી ઓછા સમયમાં સંપૂર્ણપણે ઠંડુ થઈ જશે. ઠંડક શરૂ થતાં જ તમારે એર સર્ક્યુલેશન બટન પણ ચાલુ કરવું પડશે. જેના કારણે પાછળની સીટો તરફ હવાનો પ્રવાહ પણ સારો રહેશે.