ઉનાળા વેકેશનમાં માત્ર ફરવું જરૂરી નથી, પરંતુ બાળકોને ઉપયોગમાં આવે તેવી ઇતર પ્રવૃતિઓ, તેઓને દેશનો સાસ્કૃતિ વારસો શું તે જણાવવું પણ મહત્વનુ છે. ચલો જાણીએ ઉનાળા વેકેશનમાં બાળકોએ શું કરવું જોઇએ.

ઉનાળું વેકેશન પડી ગયું છે. ત્યારે બાળકોના આ સમયનો સદઉપયોગ કરવા માટે અહીં કેટલાક આઇડિયા લાવ્યા છીએ. તેથી તેઓ બોર નહીં થાય અને મજા પણ આવશે. આ સાથે તેનો વિકાસ પણ થશે. ચલો જાણીએ ઉનાળા વેકેશનમાં બાળકોએ શું કરવું જોઇએ.

ગેજેટથી દૂર રાખો
આજકાલના બાળકો, મોબાઇલ, કમ્પ્યુટર જેવા ગેજેટમાં ગેમ રમવામાં રચ્યા પચ્યા રહે છે તેથી પર્યાવરણથી તદન વિમુખ થઇ ગયા છે. એટલું બધું કે બાળકોને વનસ્પતિ કે ઝાડની પણ સમજ નથી હોતી. તો બાળકને પ્રકૃતિની નજીક લઇ જાવ તેને માટીથી રમવા દો. પાણીમાં છબછબિયા કરવા દો. કાગળની હોળી બનાવીને તરતી મૂકવા દો. આવી બધી જ પ્રવૃતિ બાળકના વિકાસમાં મદદરૂપ થવાની સાથે તેમનામાં પ્રકૃતિ તરફનો પ્રેમ પણ જાગશે.
સ્ટોરી બુક આપો
જો આપનું બાળક ટોકેટિવ હોય તો બુક રીડિગ કરીને તેમને રસપ્રદ સ્ટોરી સંભળાવો, બાળકને વાર્તા કહો. આટલું જ નહી બાળકોને વાર્તામાંથી સવાલ પૂછો. આવું કરવાથી બાળકનું માઇન્ડ એક્ટિવ થશે, જેથી મગજની એક્સેરસાઈઝ થશે અને મગજની શક્તિમાં પણ વધારો થશે.
ઇત્તર પ્રવૃત્તિ કરાવો
બાળકોને પેઈન્ટિંગ કરાવો, રંગો બાળકોને હંમેશા આકર્ષતા હોય છે તો બાળકની સાથે પેઇન્ટિંગ કરો. મોટાભાગના બાળકોને રંગોથી ભરેલી આ પ્રવૃતિ પસંદ હોય છે. આ રીતે બાળકને પેઇન્ટિંગ કરાવવાની સાથે તમે બાળકને રંગોની સાથે પ્રાણી, પશુ, પંખીની સમજ આપી શકો છો. આ રીતે બાળકનો ટાઇમ પાસ પણ થશે અને તેમને જ્ઞાન સાથે ગમ્મ્ત પણ મળશે.
પૌરાણિક મુવી જોવો
માતા-પિતાએ તેમના બાળકોને આપણી પૌરાણિક અને સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવા જોઇએ. ભારતીય સિનેમામાં એવી ઘણી મુવીઓ બનેલી છે જેમાં ભારતીય સંસ્કૃતિની ઝલક જોવા મળી રહી છે. આ લિસ્ટમાં રામાનંદ સાગરની રામાયણ, મહાભારત, રામ સીતા વગેરે સામેલ છે. પેરેન્ટસે તેમના બાળકોને આ પ્રકારની ફિલ્મો દેખાડવી જોવી જોઇએ.
નેચર કેમ્પ અને વર્કશોપ
એમાં કોઈ શંકા નથી કે બદલાતી જીવનશૈલી અને વધતી સ્પર્ધાએ બાળકોને તેમના મૂળથી દૂર લઈ લીધા છે. તેઓ ઈચ્છવા છતાં પ્રકૃતિનો આનંદ માણી શકતા નથી. એરકન્ડિશન્ડ બસો અને ક્લાસ રૂમમાં રહેવાની આપણને એટલી આદત પડી ગઈ છે કે આપણે થોડી વધારાની ગરમી પણ સહન કરી શકતા નથી. હવે, માટી આધારિત સ્થાનિક રમતો ભાગ્યે જ રમાય છે. તમે પણ તમારા વિસ્તારમાં આ પરિવર્તન અનુભવ્યું હશે.
આ બાબતે અમેરિકી ફિલોસોફર અને કવિ રાલ્ફ વાલ્ડોનું એક ખૂબ જ સુંદર વિધાન મનમાં આવે છે, જેમાં તેઓ કહેતા હતા કે, “પૃથ્વી ફૂલો દ્વારા સ્મિત કરે છે” એટલે કે જ્યારે આપણે આપણા બગીચામાં છોડ વાવીએ અને જ્યારે રંગબેરંગી ફૂલો ખીલે. તેથી દિલને બહું સુકૂન મળે છે.
માતાપિતાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકને તેની પસંદગી અથવા રુચિની પ્રવૃત્તિઓમાં વિકાસ કરવા માટે પ્રોત્સાહિત કરવું જોઈએ, અને તેની ઇચ્છા તેના પર લાદવી જોઈએ નહીં. જો બાળકો કંટાળી ગયા હોય તો ચિંતા કરશો નહીં. તે સમયનો વધુ સારી રીતે ઉપયોગ કરવા માટે તેમને પ્રોત્સાહિત કરો. તેમને સારા પુસ્તકો વાંચવા કહો, ઘરના કામકાજમાં મદદ કરો. આ જીવન કૌશલ્યો તેમના વ્યક્તિત્વ વિકાસ માટે પણ ફાયદાકારક સાબિત થશે.