૬ સરકારી ઓફિસરોને સંડોવતું એક મોટું સેક્સ રેકેટ સામે આવ્યું છે જેમાં મુખ્ય સૂત્રધાર તરીકે બે બહેનો હતી અને તેમાં ૪ સગીર છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવાઈ રહ્યો હતો.
સેક્સ રેકેટ ઝડપાયું છે અને આ વખતે કેટલાક સરકારી અધિકારીઓની સંડોવણી સામે આવી છે. અરુણાચલપ્રદેશની રાજધાની ઈટાનગરમાંથી ઝડપાયેલા આ સેક્સ રેકેટમાં બે બહેનો મુખ્ય સૂત્રધાર તરીકે સામે આવી છે અને તેઓ છોકરીઓની હેરાફેરી કરી હતી. આ ઘટનામાં ટોટલ ૧૫ લોકોની ધરપકડ થઈ છે જેઓ વૈશ્યાલયના નિયમીત ગ્રાહક હતા.
બ્યૂટી પાર્લર ચલાવતી બે બહેનો ધંધા માટે છોકરીઓ મોકલતી
અરુણાચલ પ્રદેશ પોલીસે તાજેતરમાં આંતર-રાજ્ય વેશ્યાવૃત્તિ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ૧૦ થી ૧૫ વર્ષની વય જૂથના ચાર સગીરોને બચાવ્યા છે. એસપી રોહિત રાજબીર સિંહે ઈટાનગરમાં જણાવ્યું હતું કે, ઇટાનગરમાં બ્યુટી પાર્લર ચલાવતી બે બહેનો દ્વારા પડોશી આસામના ધેમાજીથી સગીરોને અરુણાચલમાં લાવવામાં આવી હતી. અહીં નજીકના ચિમ્પુ ખાતે સગીર છોકરીઓને સંડોવતી વૈશ્યાવૃતિ ચલાવાઈ રહી હતી. સેક્સ રેકેટ ચાલી રહ્યું હોવાની ખાનગી બાતમી મળતાં પોલીસે કથિત વૈશ્યાલયમાં દરોડા પાડ્યાં હતા જેમાં 2 સગીર છોકરીઓને બચાવાઈ હતી. પોલીસે કહ્યું કે આ મામલો બાળ કલ્યાણ સમિતિ (સીડબ્લ્યુસી) ના ધ્યાન પર લવાયો છે અને તેમની ફરિયાદના આધારે, ઈટાનગર મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ધેમાજીથી તસ્કરી કરવામાં આવેલી વધુ બે સગીર છોકરીઓ પુષ્પાંજલિ મિલીની કસ્ટડીમાં હતી. ચારેય મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ હાલમાં પોલીસ કસ્ટડીમાં છે જ્યારે બચાવેલી સગીર છોકરીઓ શેલ્ટર હોમ્સમાં છે.
પોલીસે કહ્યું કે વૈશ્યાવૃતિ રેકેટમાં ૧૫ લોકોની સંડોવણી છે જેમાં ૬ સરકારી અધિકારીઓ પણ સામેલ છે. આ પંદર લોકો અવારનવાર અહીં આવતાં હતા અને છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધતા હતા.